માળીયા તરફથી મોરબી બાજુ આવતા રવિરાજ ચોકડી પાસેથી મોરબીના ગૌરક્ષકોએ બે બોલેરો પીકપ વાહન ઝડપી પાડ્યા છે. જેમાંથી તેઓએ 67 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈસમો આ અબોલ જીવોને રાજકોટ જામનગર બાજુ લઈ જવાના હતા. ત્યારે પોલીસે ચાર ઈસમો સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-ચોટીલાનાં ગૌરક્ષકો તથા હિન્દુ યુવા વાહિની મોરબીને બાતમી મળી હતી કે, કચ્છ તરફથી 67 અબોલ જીવો ભરીને રાજકોટ જામનગર બાજુ 2 ગાડી બોલેરો પીકપ વાહન આવી રહ્યા છે. જેનાં નંબર GJ12 BY0594 તથા GJ12 BY2284 છે. જેમાં કુર્તા પૂર્વક અબોલ પશુને કતલ માટે લઈ જવામાં આવી રહ્યા છે. જે હકીકતના આધારે મોરબીના અને ચોટીલા ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવી નજર રાખી હતી ત્યારે મોડી રાત્રે માહિતી મુજબની ગાડી નીકળતા કંટ્રોલ અને મોરબી પોલીસ સ્ટેશન ફોનમાં જણાવીને આ નંબરવાળી બોલેરો પીકપ ગાંડી માળીયા તરફથી મોરબી બાજુ આવતા રવિરાજ ચોકડી પાસે તેને રોકાવીને તેમાં ચેક કરતા તેમાંથી પશુ મળી આવ્યા હતા. જેથી આરોપીઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.