Tuesday, October 8, 2024
HomeGujaratમોરબીની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી...

મોરબીની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ

મોરબી જીલ્લાની એકમાત્ર OSEM C.B.S.E. સ્કુલની બોર્ડ દ્વારા હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ છે. જેનો મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના વરદ હસ્તે OSEM CBSE ખાતે હાઈબ્રીડ લર્નિંગનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. પાઈલટ પ્રોજેક્ટ માટે સમગ્ર દેશના ૭૬૬ જીલ્લામાં કુલ ૮૪૦ સ્કુલની પસંદગીમાં મોરબી જીલ્લાની એકમાત્ર સ્કુલ OSEM CBSE ની પસંદગી કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

તાજેતરમાં CBSE બોર્ડ દ્વારા Hybrid learning-Advanced learning program જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સમગ્ર દેશના ૭૬૬ જીલ્લાઓ માંથી કુલ ૮૪૦ શાળાઓની બોર્ડ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી OSEM C.B.S.E. સ્કુલે હાઈબ્રીડ લર્નિંગ પ્રોજેક્ટ માટે પસંદગી પામી સમગ્ર મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે.

મોરબીની સૌપ્રથમ CBSE સ્કુલ OSEM C.B.S.E. ખાતે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી (S.P.-Morbi), શિક્ષણ વિભાગના AEI ફાલ્ગુનીબેન ગોસ્વામીના વરદ હસ્તે હાઈબ્રીડ લર્નિંગના પાઈલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ સમગ્ર દેશની ૮૪૦ શાળાઓમાં પસંદગી પામવા બદલ OSEM C.B.S.E. ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સર, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે CBSE બોર્ડ દ્વારા પાઈલટ પ્રોજેક્ટ માટે Army schools, Aditya Birla Schools , GD Goenka જેવી વિશ્વ વિખ્યાત શાળાની પસંદગી કરવામાં આવી છે. તેમાં મોરબી જીલ્લાની OSEM C.B.S.E. ની પસંદગી થતા મોરબીની શાળાએ સમગ્ર મોરબી જીલ્લાનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધાર્યુ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!