ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા યાત્રાળુઓ માટે ઉત્તરાખંડ સરકાર તરફથી ચારધામ યાત્રા 2024 માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં ફરજિયાત નોંધણી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેથી શ્રઘ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરી શકાય છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર દ્વારા ચારધામ યાત્રા 2024 માટે ઉતરાખંડ સરકાર તરફથી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે તેને લઈને શ્રદ્ધાળુઓને અવગત કરવામાં આવ્યા છે જેમાં શ્રદ્ધાળુઓને ફરજિયાત નોંધણી અમલીકરણ એટલે કે ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ ન કરાવી હોય તેવા યાત્રાળુને ચારધામની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવે છે તેમજ નિયુક્ત ચેક પોઇન્ટ પર તેને રોકવામાં આવશે અને યોગ્ય નોંધણી વિના આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહિ, યાત્રાળુઓએ ચોક્કસ તારીખો માટે નોંધણી કરાવી છે તેનું પાલન કરવું હિતાવહ છે. મુલાકાતિઓના પ્રવાહનું સંચાલન કરવામાં આવશે અને ચારધામોમાં વ્યવસ્થા જાળવવામાં આવશે, બધા માટે સરળ અને અનુભવ સુનિશ્ચિત કરાશે તે માટે રજીસ્ટર તારીખોનું પાલન પણ કરવામાં આવશે અને તમામ ટુર ઓપરટર અને ટ્રાવેલ્સ એજન્ટોએ ખાતરી કરવી જોઈએ કે તેમનાં ક્લાયન્ટ યાત્રા શરૂ કરતાં પહેલાં જરૂરી રજીસ્ટર પ્રક્રિયા પૂર્ણ કરી લે જેથી યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા અથવા વિક્ષેપ ન પડે તેવી એડવાઇઝરી ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રાળુઓ માટે જાહેર કરવામાં આવી છે….