શેરીમાં રમતા છોકરાઓની તકરારમાં યુવકને છુટ્ટા પથ્થરનો ઘા મારી તાડવું તોડી નાખ્યું.
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શિવમ સોસાયટીમાં શેરીમાં રમતા બે નાના બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં એકદમ ઉશ્કેરાઈ જઈ બાળકના માતાપિતાએ પોતાના બાળક સાથે ઝઘડો કરતા સામેવાળા બાળકના પિતાને છુટ્ટા પથ્થરનો ઘા મારી તાડવે ઇજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યાનો બનાવ બનવા પામ્યો છે. બનાવ મામલે ભોગ બનનાર બાળકના પિતા દ્વારા આરોપી દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સ્વાતિપાર્કની બાજુમાં આવેલ શિવમપાર્ક સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરૂભા જાડેજા જાતે દરબાર ઉવ.૩૩ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રવીભાઈ મોહનભાઈ ગોહેલ તથા રવીભાઈના પત્નિ બંન્નેરહે.મોરબી શીવમ સોસાયટી વાવડી રોડ સ્વાતીપાર્કની બાજુમાં વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે મયુરસિંહના દીકરા તથા આરોપી રવિભાઈના દીકરા સાથે શેરીમાં રમતી વખતે ઝઘડો થતાં આરોપી રવીભાઈએ આવેશમાં આવી જઈ મયુરસિંહને બાજુમાં પડેલ પથ્થર લઈ છુટ્ટો માથામાં તાડવામાં મારી સામાન્ય મુંઢ ઈજા કરી હતી. તથા ગાળા ગાળી કરી ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઈજા પહોચાડી હતી. જ્યારે બીજીબાજુ આરોપી રવિભાઇના પત્ની પણ ઉપરાણુ લઈ આવી મયુરસિંહ સાથે બોલાચાલી ગાળા ગાળી કરી ઢીંકાપાટુનો માર મારી મુંઢ ઈજા કર્યાની ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૩૭, ૩૨૩, ૫૦૪, ૧૪૪ તથા જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.