અગાઉ પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે પણ સ્થાનિક પોલીસે કરેલ ચાર્જ શીટ મામલે શંકા વ્યક્ત કરી ચૂક્યા છે
30મી ઓક્ટોબર, 2022નો દિવસ કાળી સ્યાહીથી લખાયેવો છે. મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ 30 ઓક્ટોબર 2022 રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં અનેક લોકો નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં કુલ 135 લોકોના મૃત્યું થયા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં મૃત્યું પામનાર પરિવારના આંસુ હજી સુકાઇ રહ્યા નથી. ત્યારે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં અરજદારે તપાસમાં શંકા વ્યક્ત કરી આ કેસમાં મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી CBI ને તપાસ સોંપવા માગ કરી છે.
મોરબીમાં ઝૂલતા પુલ કેસની ગુજરાત હાઇકોર્ટેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જે કેસમાં આરોપી તરીકે ઓરેવા કંપનીનું નામ હોવા છતાં ત્યાં કોઈ તપાસ કે ડોક્યુમેન્ટ્સ જપ્ત નથી કરવામાં આવ્યા તેમજ કેસની તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એકતરફી થઈ રહી હોવાનો અરજદારે અરજીમાં આક્ષેપ કર્યો છે. અરજીમાં આ કેસની તપાસ કરનાર સ્થાનિક પોલીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવાયા છે.તપાસનીશ અધિકારીએ ઓરેવા કંપનીમાં કોઈ તપાસ નથી કરી અને ઑરેવા કંપનીના કોઈ દસ્તાવેજો જપ્ત નથી કર્યા તેવી પણ ઉલ્લેખ કરાયો છે.
સાથે જ આ મામલે ઝૂલતા પુલ પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવે એ પણ અગાઉ હાઇકોર્ટમાં આ મુદ્દે દલીલો કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે SIT રિપોર્ટ અને સ્થાનિક પોલીસ ની ચાર્જ શિટ ના તથ્યો માં ફેરફાર આવે છે.SIT રિપોર્ટ માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં કોની કોની જવાબદારી છે જ્યારે ચાર્જશિટમાં આવું કશું નથી.અને એક વીડિયોમાં એડવોકેટ ઉત્કર્ષ દવે ના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસ અધિકારીએ કરેલ ચાર્જ શીટ માં ૩૦૦ થી વધુ સાક્ષીઓ ને તપાસમાં આવ્યા છે જેમાં મૃતકોના સગા વહાલાઓ ને સાક્ષી બનાવ્યા છે જ્યાં બે સાક્ષીઓની જરૂર છે ત્યાં ૧૫ સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે અને આ બધું કેસ ટ્રાયલ ને મોડું કરવાનો પ્રયત્ન હોવાનું જણાવ્યું હતું સાથે જ તેઓએ અગાઉ હાઇકોર્ટમાં પણ જણાવ્યું હતું કે “some one trying to help acuse” એટલે કે કોઈ ક આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.ત્યારે તપાસ કરનાર સ્થાનિક પોલીસ અધિકારી ની તપાસ પર હવે શંકાના વાદળો ઘેરાયા છે.
જયારે અગાઉ હાઇકોર્ટે મંગાવેલા સૂચનોમાં પીડિતો વતી એડવોકેટ સોગંદનામુ રજૂ કરાયું હતું, જેમાં કાયમી વિકલાંગ થયા છે. તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનાં વળતરની માંગ કરાઇ હતી. ઉપરાંત, બ્રિજની મરામતનો ખર્ચ ઑરેવા કંપની અને સરકાર સરખા ભાગે વહેંચવા માગ કરાઇ હતી. બીજી તરફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય હેઠળ ટેક્નિકલી ટીમ દ્વારા બ્રિજનાં રિપેર અને રેસ્ટોરેશનની કામગીરી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુનાવણી દરમિયાન હાઇકોર્ટે એડવોકેટ જનરલને અનેકવિધ સવાલો કર્યા હતા, જેમાં સરકારની કામગીરી સામે હાઇકોર્ટે સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, SIT નો રિપોર્ટ આવ્યા બાદ સરકારે શું પગલાં લીધા ? 9 ઓક્ટોબર 2023 માં SIT નો રિપોર્ટ આવ્યો છે. પરંતુ હજુ સુધી એક્શન ટેકન રિપોર્ટ પણ આવ્યો નથી. ત્યારે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી હાઇકોર્ટમાં ખાતરી આપતા કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાઇકોર્ટ રાજ્યના ચીફ સેક્રેટરીને એક સેન્ટર રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશો આપ્યા છે. સાથે જ વહીવટી વિભાગ, અધિકારીઓની બેદરકારી ઉપરાંત ચીફ ઓફિસરની કામગીરી અંગે પણ હાઇકોર્ટે ખુલાસો માંગ્યો છે. બીજી તરફ ઓરેવા કંપની તરફથી આપવામાં આવતા વળતર અંગે પણ હાઇકોર્ટને જાણ કરાઈ હતી અને કહ્યું હતું કે, પીડિતોને આપવામાં આવતી નાણાકીય સહાય માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. હાઇકોર્ટે ઓરેવા પાસે ટ્રસ્ટ ડીડ અંગે પણ ખુલાસો માંગે છે.
ઓરેવા કંપનીની નીતિ સામે આજે હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે, દરેક સુનાવણી દરમિયાન એક-એક મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવે છે. અહીંયાથી કંઈક કહેવામાં આવે છે અને પછી તમે કંઈક કહો છો. ત્યારે ઓરેવા કંપનીએ પીડિતોને માસિક રૂ. 12 હજાર આપવામાં આવશે તેવી જાણ કોર્ટની કરી છે. 40% ડિસેબિલિટી વાળાને નોકરી આપવામાં આવશે. 70% ડિસેબિલિટી છે એ કામ કરી છે કે એ સ્થિતિમાં નથી, જેથી તેમને માસિક પગાર આપવામાં આવશે. તેવું પણ ઓરેવા કંપનીએ આજે કોર્ટ સમક્ષ કહ્યું છે. પીડિતોનાં બાળકોને શિક્ષણ મળે તેની જવાબદારી રાજ્ય સરકાર લેશે. આ તમામ બાબતોને સાંભળ્યા બાદ કોર્ટે સરકારને ચાર સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ જારી કર્યા છે. આ સમગ્ર કેસમાં વધુ સુનાવણી 4 સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે.