મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચનાથી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીનાં વેજીટેબલ રોડ, લાભનગરની બાજુમા, મંદીરની સામે બાવળની જાળીમાથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી-૨ વેજીટેબલ રોડ, લાભનગરની બાજુમા, મંદીરની સામે બાવળની જાળીમા ઈસમે વિદેશી દારૂનો જથ્થો છુપાડેલ છે. જે જથ્થો તે ચોરીછૂપીથી વેચે છે. જે હકીકતનાં આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટી કુલ ૪૫ બોટલનો રૂ.૩૦,૬૦૦/- તથા ૧૮૦ મી.લી.ની કાચની કંપની શીલબંધ ૩૭ બોટલનો રૂ.૩૭૦૦/- એમ કુલ રૂ. ૩૪,૩૦૦/- નો મુદામાલ સાથે વિજયભાઇ ગોરધનભાઇ દેગામા તથા જયેશભાઇ જયંતીભાઇ માકાસણા નામના બે ઈસમોને સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.