Saturday, October 5, 2024
HomeGujaratવાંકાનેર તરકિયા ગામે પ્લાન્ટ કરેલ ૬૫૦ કિલો એક્સપ્લોઝિવના જથ્થાને નાશ કરવા કરાશે...

વાંકાનેર તરકિયા ગામે પ્લાન્ટ કરેલ ૬૫૦ કિલો એક્સપ્લોઝિવના જથ્થાને નાશ કરવા કરાશે બ્લાસ્ટિંગ:પ્રવેશ પ્રતિબંધ ફરમાવાઈ

આગામી ૨૨મી જૂનના રોજ સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધી બે કિ.મી ત્રિજ્યામાં પ્રવેશ બંધી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

- Advertisement -
- Advertisement -

વાંકાનેર તાલુકા પોલીસના દાખલ થયેલ એકસપોઝિવ બ્લાસ્ટના ગુન્હા મામલે બોરમાં રાખેલ એકસોલોઝિવને બ્લાસ્ટ કરવા માટેની મજૂરી મળતા તા.૨૨ નાં રોજ તે બ્લાસ્ટ કરવામાં આવનાર હોવાથી ત્યાંથી સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યાના સમય ગાળામાં ત્યાંથી પસાર ન થવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી મોરબી દ્વારા તા.૧૦-૦૬-૨૦૨૪ નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર નંબર 11189008240586 તા.૧૦ નાં રોજ વાંકાનેર તાલુકાના તરકિયા ગામના સરકારી ખરાબાનાં સર્વે નંબર ૧૬૩/૧ પૈકી ૨૪ વળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે આશરે ૬૫૦ કી. ગ્રા. જેટલો પ્લાન્ટ કરેલ હોય જેથી આ જથ્થો બહાર કાઢી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તે બ્લાસ્ટ થવાની શક્યતાઓ હોવાથી આ PESO,વડોદરા તરફથી મંજૂરી મળેલ હોય તેમજ આ ગુન્હા વાળી જગ્યાએ પ્લાન્ટ કરેલ એકસોલોઝિવને નાશ કરવા માટે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા મંજૂરી આપેલ છે.

એકસપ્લોઝિવ જથ્થાનો નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેમજ બે કિ.મીની ત્રિજ્યામાં કોઈ એ પસાર નહિ થવા માટે તા.૨૨-૦૬-૨૦૨૪ નાં સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનાં સમયગાળા પૂરતું પ્રવેશબંધ નું જાહેરનામું જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ કામે જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારની રૂએ કે.બી.ઝવેરી IAS), જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તરકીયા ગામના સરકારી ખરાબાના સર્વે નં. ૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જગ્યા જે દીપડાધાર તરીકે ઓળખાતી જગ્યામાં બ્લાસ્ટ કરવા માટે પ્લાન્ટ કરેલ એકસપ્લોઝીવ જથ્થાને નાશ કરવા માટે જરૂરી સાધનો તથા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં “લોકોને ભય, હરકત અથવા અગવડ ન થાય તેટલા માટે રસ્તામાંથી તથા સાર્વજનિક જગા ઉપરની સર્વ પ્રકારની રાહદારોનું તથા સવાર થઈને જનારા અથવા ગાડીમાં જનારા અથવા સાઇકલ ઉપર જનારા અથવા ચાલતા જનારાઓનું અથવા દોરીને લઈ જનારા અથવા ઢોર સાથે જનારાઓએ રસ્તાના તથા સાર્વજનિક જગાના કરવાના ઉપયોગનું નિયમન કરવા” સારૂ તા.૨૨/૦૬/૨૦૨૪ના કલાક સવારે ૮ થી રાત્રિના ૮ વાગ્યા સુધીના સમયગાળા પુરતુ ઉક્ત સ્થળેથી કોઇ વ્યક્તિએ પ્રવેશવું નહી કે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!