Friday, October 4, 2024
HomeGujaratમોરબી એસપી કચેરી ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન-મોરબી દ્વારા નવા ફોજદારી કાયદા...

મોરબી એસપી કચેરી ખાતે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન-મોરબી દ્વારા નવા ફોજદારી કાયદા અંગે કાર્યક્રમ યોજાયો

મોરબી: હાલ સમગ્ર દેશમાં નવા ફોજદારી કાયદા લાગુ પડેલ હોય જેમાં હાલ આઇપીસી, સીઆરપીસી તથા ઇવી એક્ટને બદલીને તેના સ્થાને ભારતીય ન્યાય સંહિતા (બીએસએન) લેશે ત્યારે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશન-મોરબી દ્વારા મોરબી જીલ્લા પોલીસવડા કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે
SP કચેરી મોરબી ખાતે નવા ફોજદારી કાયદા અંગે પોલીસ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ માટે માહિતી પૂરી પાડવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે નવા ફોજદારી કાયદા અંગે અવગત કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં આગામી સમયમાં અમલમાં આવના૨ા નવા ફોજદા૨ી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે પ્રાસંગીક કાર્યક્રમ યોજાયેલ તેમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ અને પ્રખર શિક્ષણવિદ પી.ડી.કાંજીયા સંચાલિત નવયુગ લો કોલેજ-વી૨૫૨(મો૨બી)ના પ્રિન્સિપાલ ડો.સંઘવીએ નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે પોલીસ અધિકારીઓ, પીએસઆઈ, આઈએસઆઈ તથા અન્ય પોલીસ કર્મીઓને રસપ્રદ માહિતી પુરી પાડેલ હતી. સમયના વહેણની સાથે અંગ્રેજના સમયના જુના પુરાણા જુના કાયદાના સ્થાને નવા કાયદાની અમલ કરવાની શા માટે જરૂરીયાત ઉપસ્થિત થઈ તે અંગે સમજણ આપેલ હતી. તેમજ અત્યારના આધુનિક સમયમાં કાયદાને મજબૂત કરી ગુનાખોરીના ક્ષેત્રે બદલાતી જતી પધ્ધતિઓ અંગે જાણ કરેલ હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પોલીસકર્મીઓ હાજર રહેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!