મોરબી સબ જેલ ખાતે 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સર્વે બંદિવાનો તેમજ જેલ સ્ટાફ સાથે મળીને યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરેક જગ્યા એ ઉજવણી થઈ રહી છે. ત્યારે જેલમાં બંધ કેદીઓ પણ શારીરિક અને માનસિક તણાવથી દૂર રહે તેવા આશયથી યોગ કરાવવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબી સબ જેલમાં બંદીવાનભાઈઓએ યોગ કરી આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરી હતી. જેમાં અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા, સ્ટાફ તેમજ સર્વે બંદિવાનો દ્વારા યોગ સેશનમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. તેમજ છેલ્લા 100 દિવસથી રૂપલબેન શાહ દ્વારા મોરબી સબ જેલમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યા છે.
યોગ દ્વારા બંદિવાનોને માનસિક અને શારીરિક તંદરસ્તી જળવાઈ રહે તેમજ જેલ જીવન ચિંતામુક્ત પસાર કરે તેવા આશય સાથે મોરબી સબ જેલના સુધારાત્મકના પગલાંના ભાગરૂપે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ યોગ શિબર માત્ર 21 જૂન નિમિતે જ નહિ પરંતુ કાયમી ધોરણે ચાલુ રહે તેવુ આયોજન પણ કરવામાં આવી રહયું છે.