ભારત વિશ્વમાં યોગનો પ્રચારક છે. તેમજ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રોત્સાહન આપ્યું છે. તેમજ લોકોને જાગૃત કરવા અને યોગનો પ્રચાર કરવા માટે દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. જેને લઇ આજરોજ મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે યોગ દિવસ નિમિતે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયાધીશ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ મહીડા સાહેબ, પંડ્યા સાહેબ તથા રાવલ સાહેબ, ખાન સાહેબ, ચંદાણી સાહેબ, ઇજનેર સાહેબ, કોર્ટ સ્ટાફ, વકીલોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. તેમા આ શિબિરને સફળ બનાવવા નામદાર ડીસ્ટ્રીકટ જજ આર.જી. દેવધારા સાહેબ તથા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીના ફૂલ ટાઇમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા મોરબી જિલ્લાના વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા તથા અન્ય વકીલોએ હાજર રહી આ શિબિરનો લાભ લીધો હતો.