Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા

મોરબીમાં અપમૃત્યુના જુદા જુદા ચાર બનાવ નોંધાયા

મોરબીમાં એક જ દિવસમાં અપમૃત્યુના ચાર બનાવ બનવા પામ્યા હતા જેમાં મોરબીના ઇન્દિરણનગરમાં યુવકે તેમજ પીપળી રોડ સ્થિત સિરામીક ફેક્ટરીમાં ૨૦ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે જ્યારે સત્યસાઈ સ્કૂલમાં ચાલુ ક્લાસે શિક્ષકની તબિયત લથડતાં સારવારમાં તેમનું મૃત્યુ થયું હતું તેમજ ફેક્ટરીમાં વીજશોક લાગતા યુવક મોતને ભેટ્યો હતો ત્યારે તમામ અપમૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી-૨ માં આવેલ ઇન્દિરાનગરમાં રહેતા કિશનભાઇ ભુપતભાઇ મકવાણા ઉવ.૩૪ એ પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જતા મરણ હાલતમાં પી.એમ. અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર ડોકટરે જોઈ તપાસી કિશનભાઇ મૃત જાહેર કરી પોલીસ મથકમાં જાણ કરી હતી ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના પીપળી ગામ નજીક આવેલ ઇટાવા સિરામીક ફેક્ટરીમાં મૂળ ઝરખાં રાજ્યના વતની પીન્કીબેન ચંન્દ્રમોહન પિંગુઆ ઉવ.૨૦ એ કોઈપણ કારણોસર ફેક્ટરીમાં લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ૧૦૮ ને ફોન કરી બોલાવતા ૧૦૮ ના સ્ટાફએ જોઈ તપાસી મરણ ગયેલનું જાહેર કર્યું હતું. મરણ જનાર પિંકીબેનના એક મહિના પૂર્વે લગ્ન થયા હતા. ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે સ્થળ ઉપર પહોંચી જરૂરી ખાતાકીય કાર્યવાહી કરી અ.મોતની નોંધ કરી પીએમ સહિતની તબીબી કાર્યવાહી માટે સોંપી આપેલ છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ સત્યસાઇ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા છગનભાઇ મોતીભાઇ દાવા ઉવ.૫૬ રહે. સતનામનગર પંચાસર રોડ તા. જી. મોરબી વાળા ગઈકાલે સત્યસાઈ સ્કૂલના ક્લાસમાં ભણાવતા હોય ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. જેથી તેઓને પ્રાથમિક સારવારમાં નજીકની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં ફરજ પરના ડોકટરે છગનભાઈને મરણ જાહેર કર્યા હતા. બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામુ કરી લાશને પીએમ માટે સોંપી બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે ચોથા અપમૃત્યુના બનાવની મળતી વિગતો મુજબ જૂના ઘૂટું રોડ ઉપર આવેલ મરમોલા વિટ્રીફાઇડ ફેક્ટરીમાં કામ કરતી વેળા વીજશોક લાગતા ચૌધરી સાહની મહેશ્વર સાહની ઉવ.૩૬ રહે.મોરબી મારમોલા વીટ્રીફાઇડ જુના ઘુંટુ રોડ તા.જી.મોરબીનું મૃત્યુ નિપજ્યું હતું. જેમની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!