Monday, November 25, 2024
HomeGujaratઆગાહી:જાણો શું છે ચોમાસાની સ્થિતિ?૨૩ થી ૩૦ જૂન સુધીમાં ચોમાસુ સમગ્ર ગુજરાતને...

આગાહી:જાણો શું છે ચોમાસાની સ્થિતિ?૨૩ થી ૩૦ જૂન સુધીમાં ચોમાસુ સમગ્ર ગુજરાતને આવરી લે તેવી સંભાવના

ચોમાસાની પ્રગતિ પર નોંધ 4 અગાઉની અપડેટમાં જણાવેલ તેમ,ચોમાસાની પશ્ચિમ પાંખ લગભગ તા. 10 જૂનથી 20 ડિગ્રી નોર્થ આસપાસ સ્થિર છે , જ્યારે પૂર્વ પાંખ ઘણા દિવસો બાદ પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગળ વધેલ છે.

- Advertisement -
- Advertisement -

ચોમાસાનો પશ્ચિમી પ્રવાહ મજબૂત બનવાની સંભાવના હોવાથી, ચોમાસુ આગામી દિવસોમાં ગતિ પકડશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં ચોમાસુ સમગ્ર દેશને આવરી લેશે.

તા 29/30 જૂન સુધીમાં રાજધાની દિલ્લીમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

અંકિતનું વિશ્લેષ્ણ

ચોમાસાનો પશ્ચિમી પ્રવાહ તેમજ ચોમાસુ સર્ક્યુલેશન મજબૂત બનવાની સંભાવના જોતાં, તા 23-25 જૂન આસપાસ મધ્ય લેવલમાં 17-19 ડિગ્રી ઉત્તર આસપાસ શેર ઝોન આકાર લઈ શકે છે. જે ત્યારબાદના દિવસોમાં ક્રમસહ ઉત્તર તરફ આગળ વધી શકે છે.

વિશાળ સર્ક્યલેશનના ભાગ રૂપે, ઉત્તર ભારતીય મહાસાગરની બંને બાજુ UAC આકાર લઈ શકે છે.

UAC 1 તા 24/25 આસપાસ મધ્ય અરબ સાગરમાં કોંકણ કાંઠા પાસે સર્જાઈ શકે છે, UAC1 ત્યારબાદના થોડા દિવસો સુધી UAC/ટ્રફ રૂપે ઉત્તર-પૂર્વ અને મધ્ય અરબ સાગર અને સંલગ્ન પશ્ચિમ કાંઠા (જેમાં અમુક દિવસો કાંઠા નજીક તો અમુક દિવસો કાંઠા થી દૂર ) આસપાસ મંડરાતું રહશે.
UAC2 મધ્ય બંગાળની ખાડીમાંમાં તા 25/26 જૂન આસપાસ આકાર લઈ શકે છે. જે આગળ જતાં ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે કે પૂર્વ-મધ્ય તેમજ ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ વધી શકે છે.
======================================================================

ગુજરાત:- ચોમાસાની ઉત્તરી સીમા 20.5 ડિગ્રી ઉત્તર એટલે કે નવસારી પાસે સ્થિર છે. આગામી 3-4 દિવસોમાં ચોમાસુ રાજ્યમાં આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે. તા 23 થી 30 જૂન દરમિયાન ચોમાસુ ક્રમસહ લગભગ સમગ્ર રાજ્યને આવરી લેશે તેવી સંભાવના છે. આ દરમિયાન ચોમાસુ આગળ વધવાની પ્રક્રિયાના ભાગરૂપે તેમજ ઉપર જણાવેલ પરિબળોની અસર હેઠળ, રાજ્યમાં વ્યાપક (મોટા ભાગના) વિસ્તારોમાં હળવો, મધ્યમ, ભારે ઝાપટાં/વરસાદ પડી શકે છે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાંના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

નોંધ:-વરસાદનો વિસ્તાર અને માત્રા, રોજે રોજ દિવસ પ્રમાણે બદલાઈ શકે છે. જેનો આધાર જે તે દિવસે વાતાવરણની પરિસ્થિતિઓ પર રહેલો છે. જો જરૂરિયાત જણાશે તો રોજબરોજના ફેરફારો તેમજ સંભવિત વરસાદના વિસ્તારો માટે ટૂંકી અપડેટ ફેસબૂક પેજ અથવા બ્લોગ પર કરવામાં આવશે.

આગોતરું:- જુલાઈ મહિનાના પ્રથમ પખવાડિયા દરમિયાન ચોમાસુ સક્રિય તબક્કામાં રહે તેવા સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. અંહિયા ખાસ નોંધવું કે લાંબા ગાળાના અનુમાનમાં ચોક્ક્સાઈ ઓછી હોય છે. જેટલો લાંબો સમયગાળો એટલી ચોકકસાઈ ઓછી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!