Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેરમાં પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી માતા પિતા ઉપર ઘરમાં ઘૂસી...

વાંકાનેરમાં પુત્ર સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી માતા પિતા ઉપર ઘરમાં ઘૂસી છ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

લાકડી, પાઇપ તથા છરી વડે દંપતિને જીવલેણ ઈજાઓ પહોંચાડી

- Advertisement -
- Advertisement -

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં પાનની દુકાને યુવાનો વચ્ચે થયેલ ઝઘડાનો ખાર રાખી છ શખ્સોએ કુંભારપરા ખાતે રહેતા આધેડ ઉંમરના દંપતિ પર ઘરમાં ઘૂસી લાકડી, લોખંડના પાઇપ તથા છરી વડે જીવલેણ હુમલો કરી બેફામ માર મારતા બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં છ આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ છ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેના વિરૂદ્ધ જીવલેણ હુમલાની કલમ સહિત ગુનો નોંધી તમામને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના રમણભાઈની વાડી વિસ્તાર કુંભારપરામાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી ઉવ.૫૦ તથા તેમના પત્ની નયનાબેન એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી કૌશીકભાઇ ધીરૂભાઇ રાઠોડ, કુલદીપભાઇ કાળૂભાઇ રાઠોડ, ટીપુ કાળુભાઇ રાઠોડ રહે.ત્રણેય આંબેડકરનગર વાંકાનેર તથા ત્રણ અજાણ્યા માણસો સહિત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી નરેશભાઈનો પુત્ર પ્રભાતભાઈને પાનની દુકાને કોઈ જીવણભાઈ સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી ગતરાત્રીના ફરિયાદી નરેશભાઈ અને તેમના પત્ની પોતાના ઘરે હોય ત્યારે અચાનક આરોપી કૌશીકભાઈ ધીરૂભાઈ રાઠોડ, કુલદીપભાઈ કાળુભાઈ રાઠોડ, ટીપુભાઈ કાળુભાઈ રાઠોડ તથા ત્રણ અજાણ્યા શખ્સો તેમના ઘરે હાથમાં લાકડાંના ધોકા, લોખંડના પાઇપ તથા છરી સહિતના હથિયારો સાથે આવી ‘ તારો દિકરો પ્રભાત ક્યા છે ?, તેણે અમારા કુટુંબી જીવણભાઈને માર મારેલ છે ‘ તેમ કહી તમામ આરોપીઓ એકસંપ કરી બંને પતિ-પત્ની પર હથિયારો વડે જીવલેણ હુમલો કરી હાથે, પગે, માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી તમામ આરોપીઓ નાસી ગયા હતા. બનાવ બાદ દંપતિને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સમગ્ર બનાવ બાબતે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!