Tuesday, October 1, 2024
HomeGujaratમોરબીના વીસીપરા વિસ્તારમાં વધુ એક રહેણાંક મકાનમાં ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારમાં વધુ એક રહેણાંક મકાનમાં ચોરી

બે દિવસ પહેલા જે રીતે ચોરી થઈ હતી તેવી જ રીતે ઘરફોડ ચોરી

- Advertisement -
- Advertisement -

પરિવાર ઉપરના માળે સુવા ગયા અને પાછળથી તસ્કરો ૧.૬૫ લાખના સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી નાસી ગયા

મોરબીના વીસીપરા વિસ્તારના લાયન્સનગરમાં બે દિવસ પહેલા મકાનમાલિક પરિવાર રાત્રીના ઉપરના માળે સુવા ગયો અને તસ્કરો ઘરના મેઈન દરવાજાના તાળા તોડી ૧.૬૭ લાખની ચોરી કરી લઇ ગયા હતા, તેવી જ રીતે ગઈકાલે વીસીપરા વિસ્તારના રોહીદાસપરા મેઈન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં પરિવાર રાત્રીના ઉપરના માળે સુવા ગયો અને પાછળથી તસ્કરો મેઈન દરવાજાના લોક તોડી ઘરમાંથી ૧.૬૪,૫૦૦/- ના સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિતની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા થયેલ ઘરફોડ ચોરીના બંને આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે મોરબી બી ડિવિઝન તથા એલસીબી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા ત્યારે આ ઘરફોડ ચોરીના આરોપી તસ્કરો પણ પકડાઈ જાય કે કેમ તે જોવું રહ્યું પરંતુ હાલ ઉપર છાપરી એક જ વિસ્તારમાં તસ્કરીના બનાવ સામે આવતા પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી માત્ર પેપર ઉપર થતી હોવાની લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે.

ત્યારે વધુ એક ઘરફોડ ચોરીના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ઉપર વિજયનગરના નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઇ સોલંકી ઉવ.૪૮એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી જયંતીલાલ પોતાના રહેણાંક મકાનમા પરિવાર સાથે નીચેના રૂમને તાળુ મારી ઉપરના માળે સુવા ગયેલ તે દરમ્યાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મેઇન દરવાજાનો લોક તોડી ઘરમા પ્રવેશી રૂમમા રાખેલ લોખંડની તિજોરીના લોક તોડી તિજોરીમાથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ-રૂ- ૧,૬૪,૫૦૦/-ની માલમતાની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!