Tuesday, October 1, 2024
HomeGujaratએડવોકેટ મેહુલ બોઘરાનો હાઈકોર્ટે ઉધડો લીધો:કહ્યું - "તમે પોલીસ વિભાગની પાછળ પડી...

એડવોકેટ મેહુલ બોઘરાનો હાઈકોર્ટે ઉધડો લીધો:કહ્યું – “તમે પોલીસ વિભાગની પાછળ પડી ગયા છો, તમે પબ્લિસિટી માટે આવું કરો છો”

સુરતના એક્ટિવિસ્ટ મેહુલ બોઘરા સામે દાખલ કરવામાં આવેલી એક FIR રદ કરવાનો ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. ફેબ્રુઆરી, 2024માં સુરતમાં જાહેરમાં પોલીસ સાથે માથાકૂટ થયા બાદ મેહુલ બોઘરા સામે એક FIR થઈ હતી, જેને રદ કરવા માટે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે તાજેતરમાં આ મામલે સુનાવણી કરતાં કોઇ રાહત આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તેઓ ટ્રાયલનો સામનો કરે. બીજી તરફ, કડક શબ્દોમાં મેહુલ બોઘરાની ઝાટકણી કાઢતાં કોર્ટે કહ્યું કે દર વખતે આવા કિસ્સા તેમની સાથે જ કેમ બને છે? શું તેઓ પબ્લિસિટી મેળવવા માટે આ બધું કરી રહ્યા છે કેમ?

- Advertisement -
- Advertisement -

સુરતના એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા મેહુલ બોઘરાનો હાઈકોર્ટે ઉધડો લઈ લીધો છે. એડવોકેટે પોતાની સામે દાખલ થયેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજદારે બીઆરટીએસ કોરીડોરમાં ચાલતી પોલીસનું સ્ટીકર મારેલી અને કાળી ફિલ્મ લાગેલી ગાડી રોકી હતી અને તેમાં બે પોલીસ કર્મચારી બેઠા હતા, તેમની પાસે પોલીસની લાકડી પણ હતી અને ગાડી નંબર પ્લેટ વગરની હતી. તે સમયે અરજદારે ગાડી રોકતા ઝઘડો થયો હતો અને લોકોના ટોળા ભેગા થયા હતા. જેમાં મારામારી થતાં આ FIR નોંધાઈ હતી. ત્યારે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે તે એક એડવોકેટ અને સામાજિક કાર્યકર છે, તેની સામેની ફરિયાદ રદ્દ કરવામાં આવે. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે અમે છાપામાં 15 વખત તમારી હરકતો વાંચી છે, તમે પોલીસની પાછળ પડી ગયા છો અને તમે પબ્લીસિટી માટે ભૂખ્યા છો. જો કે હાઈકોર્ટે FIR રદ્દ કરવાનો ઈનકાર કરતાં આખરે અરજદારે અરજી પરત ખેંચી હતી. હાઈકોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે પોલીસને પણ કોઈ ગુન્હામાં છાવરવામાં નથી આવતી તો એડવોકેટને પણ રક્ષણ નહીં અપાય.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!