મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી તા. 10/06/24 ના રોજ એક અજાણી મહીલાની લાશ મળી આવી હતી. જેને લઇને પોલીસે અલગ અલગ ટીમો બનાવી મરણજનારના ઓળખ મેળવી મહિલાને ભગાડી લાવનારે રાત્રીના સમયે કેનાલના નાલા નીચે લઇ જઇ ગળુ દબાવી મારી નાખી મર્ડર કર્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીને પકડી અનડીટેક્ટ મર્ડરને ડીટેક્ટ કરી ઉમદા કામગીરી કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી તા. 10/06/24 ના રોજ એક અજાણી મહીલાની લાશ મળી આવી હતી. જેનુ રાજકોટ પી.ડી.યુ મેડીકલ કોલેજ ખાતે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતા મરણજનાર ને ગળેટુંપો આપી મારી નાખ્યાનું સામે આવ્યું હતું. જેને લઇને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અજાણ્યા ઇસમ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. જે મરણજનારની લાશની ઓળખ તેમજ તેના વાલીવારસને શોધવા અને મર્ડર કરનાર આરોપીને શોધવા એમ બે પડકાર પોલીસ સામે હતા. ત્યારે મળેલ લાશના શરીરે ડાબા હાથમાં હિન્દીમા “સુનીલા” “ભુરૂભાઇ” તેમજ મોરનુ ચિત્ર ત્રોફાવેલ હતુ. તેમજ જમણા હાથમા વીછી ત્રોફાવેલ હતો. ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તાર તેમજ કંપનીમાં તપાસ કરતા જાણવા મળ્યું કે મધ્યપ્રદેશ રાજયના જાંબવા, ધાર, અલીરાજપુર જીલ્લાઓમા મોટાભાગે મહીલાઓ તેમના નામની સાથે તેમના ભાઇનુ નામ હાથમાં ત્રોફાવતી હોવાનુ ચલણ છે.જેથી મરણજનારની લાશ તેમજ તેની ઓળખની નીશાની સાથેની પ્રેસનોટ બનાવી મોરબી કન્ટ્રોલ રૂમના નંબર તેમજ પો.ઇન્સ એચ.એ.જાડેજા નાઓના નંબરો સાથે મધ્યપ્રદેશ રાજયમાં જાંબવા, ધાર, અલીરાજપુર તેમજ અન્ય જીલ્લાઓમા સરપંચોના નંબરો મેળવી વાયરલ કરવામાં આવેલ હતી. ત્યારે શોધખોળ દરમિયાન પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજાના મોબાઇલમા મધ્યપ્રદેશના જાંબવાથી ફોન આવ્યો કે લાશ મળેલ છે તેના ફોટા તેને મળેલ છે. તેમના પત્ની સુનિતાની છે. જેની ગૂમસુદાની કાકનવાણી પોલીસ સ્ટેશન જી.જાંબવા ખાતે તા.૧૪/૫/૨૦૨૪ ના રોજ ફરિયાદ કરવામા આવી છે. તેમજ વધુમાં કહ્યું કે તેમના પત્ની ગુમ થયેલ તેને કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડી લઇ ગયેલાની હકિકત જણાવતા આ ઇસમ ઉપર મર્ડર કરેલ હોવાની શકયતા જણાતા આરોપીને ટેકનીકલ માધ્યમથી વાંકાનેર તાલુકા વાંકીયા ગામની સીમમાથી મળી આવતા પુછપરછ કરતા તેને મર્ડર કરેલાની કબુલાત આપતા કહ્યું હતું કે મરણ જનાર સુનીતા સાથે તેને પ્રેમસબંધ હોય જેથી સુનીતા તેની સાથે રહેવા આવી હતી અને તેઓ ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા હોય ત્યારે તેમની પ્રેમીકાએ સામાન્ય થોડી દવા પી લેતા તેમના વાડી માલીકને વાતચીત કરતા તેના વાડી માલીકે આરોપીને કહ્યું હતું કે હવે વાડીએ રહોમા અહીથી જતા રહો અમારે આવા લફરા વાળા મજુર જોયતા નથી તેમ કહેતા આરોપીના સગા વહાલાઓ લીલાપર ગામ પાસે વાડી રાખી રહેતા હોય તેથી લીલાપર તેમના સગાને ત્યા વાડી માલીકને મુકી જવાનુ કહેતા વાડી માલીક તેની ઇકો ગાડીમા લીલાપર પાસે મુકી ગયેલ હતા ત્યારબાદ આરોપીએ મરણજનારને રાત્રીના સમયે કેનાલના નાલા નીચે લઇ જઇ ગળુ દબાવી મારી નાખી મર્ડર કરેલ હોવાનુ જણાવતા પોલીસે આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા તા.ઉમરોલી જી.અલીરાજપુર (એમ.પી) વાળાને પકડી ધોરણસરની કાર્યવાહી કરી છે…