રાજ્ય ડીજી ઓફિસના વહીવટી વિભાગ દ્વારા 70થી વધુ પીઆઈની બદલીઓ : મોરબીમાં વધુ બે નવા પીઆઈની નિમણુંક કરાઈ
આજે મોડી સાંજે રાજ્યના ડીજી આશિષ ભાટિયા દ્વારા રાજ્યના જુદા જુદા જીલ્લામાં ફરજ બજાવતા પીઆઈની સામુહિક બદલીઓના આદેશો કરવામાં આવ્યા હતા જેમાં મોરબી જિલ્લામાં વધુ બે નવા પીઆઈની નિમણુંક કરવામાં આવી છે જેમાં વિરલ લાલજીભાઈ પટેલને પીટીસી જુનાગઢ થી અને મુળુંભાઈ ગોઢાણીયાની સાઆઈડી ક્રાઈમ માંથી મોરબી ખાતે બદલી કરી નિમણુંક આપવામા આવી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વ જ સીધા પીઆઈની ભરતી પામેલા બે નવા ફ્રેશ પીઆઈની મોરબી ખાતે બદલી કરાઈ છે ત્યારે મોરબીમાં હાલ પીઆઈની ઘટ છે જેના પગલે આજે મોરબીમાં વધુ બે સિનિયર પીઆઈની નિમણુંક કરવામાં આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર કાબુ મેળવવામાં પોલીસને પણ સરળતા રહેશે અને મોરબીના લોકોને વધુ બે નવા પીઆઈની સેવાનો લાભ મળશે આ જ રીતે રાજ્યના જુદા જુદા જીલ્લાઓમાં અને જુદા જુદા વિભાગમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટરોની બદલીઓનો ગંજીપો રાજ્યના ડીજી આશીષ ભાટિયા દ્વારા કરવામાં આવ્યા છે.