Monday, September 30, 2024
HomeGujaratહળવદમાં પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિત ૬ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હળવદમાં પરિણીતાને મરવા મજબુર કરનાર પતિ સહિત ૬ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

હળવદ ટાઉનમાં રહેતી પરણીતાએ ચાર દિવસ પહેલા નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો ત્યારે પરણિતાની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. બનાવ મામલે મૃતકના પિતાએ પોતાની દીકરીને મરવા મજબૂર કરનાર દીકરીના પતિ સહિતના ૬ સાસરીયાઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે રહેતા જયંતીભાઈ કાળુભાઇ રાઠોડ ઉવ.૫૦એ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી મંજુલા ઉવ.૨૬ને તેના પતિ સહિતના આરોપીઓએ ચારીત્ર્ય બાબતે ખોટો શક વહેમ રાખી મેણા ટોણા મારી ખોટી ચડામણી કરી આરોપી મનોજભાઈએ મારજુડ કરી શારીરીક તેમજ માનસિક અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મંજુલાબેને નર્મદા કેનાલમા ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જેથી આરોપી વાલજીભાઇ અરજણભાઇ પરમાર, મનોજભાઇ વાલજીભાઇ પરમાર, કેશાભાઇ વાલજીભાઇ પરમાર, વાલીબેન વાલજીભાઇ પરમાર, હંસાબેન વાલજીભાઇ પરમાર, રાજુભાઇ કરશનભાઇ પરમાર રહે. બધા હળવદ આંબેડકર નગર-૧ સરા રોડ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. હાલ જયંતીભાઈની ફરીયાદના આધારે પોલીસે આરોપી વાલજીભાઇ અરજણભાઇ પરમાર તથા મનોજભાઇ વાલજીભાઇ પરમારની અટકાયત કરી વધુ તપાસ ચલાવી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!