Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યુ,અપમૃત્યુના છ બનાવ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યુ,અપમૃત્યુના છ બનાવ નોંધાતા ચકચાર મચી જવા પામ્યો

મોરબી જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના છ બનાવમાં એક ૨૫ વર્ષીય પરિણીતા સહિત કુલ છ લોકો અકાળે મોતને ભેટ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ ૨૫ વર્ષીય સાગર મૈયાભાઈ ગુંદારીયાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા મરણ ગયો હતો. જેની ડેડબોડી તેમના પિતા દ્વારા વાંકાનેર સરકારી હોસ્પિટલ લાવતા બનાવ બાબતે પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બીજા અપમૃત્યુના બનાવમાં મોરબીના શકત શનાળા ગામે પ્લોટ વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા મૂળ જામનગર જીલ્લાના તારાણાતા ગામના વતની પુનમેબન વિજયભાઇ ઉદમસીંહ અઘારીયા ઉવ.૨૫ કે જેમની મોટી બહેન કાજલબેન આજથી ત્રણેક મહીના પહેલા કોઈ બીમારી સબબ અવસાન પામેલ હોય અને તે ત્યારથી તેના સપનામાં આવતી હોય અને તેની સાથે વાતો કરતી હોય અને ત્યારથી પૂનમબેન ગુમશુમ રહેતી હોય ત્યારે મોટી બહેનના મૃત્યુના આઘાતમાં શકત શનાળા ગામ ખાતે પોતાના ઘરે હતી ત્યારે નળીયાની આડીમાં સાડી વડે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા ૧૦૮ એમબ્યુલન્સના ફરજ પરના ડોકટરે જોઇ તપાસીને મરણ ગયેલાનું જાહેર કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પૂનમબેનના ૮ મહિના પૂર્વે લગ્ન થયા હતા. હાલ પોલીસે અ. મોત રજી. કરી આગળની તપાસ ચલાવી છે.

ત્રીજા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ હળવદના રણજીતગઢની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં માનસિક અસ્થિર મગજની સ્થિતિ ધરાવતા લીંબાભાઇ ઉર્ફે ભજન કરમશીભાઇ મરીયા જાતે-રબારી ઉવ-૪૩ રહે-શક્તિનગર(સુખપર) તા-હળવદ જી-મોરબી કે જેઓની મૃત હાલતમાં લાશ મળી આવી હતી હાલ હળવદ પોલીસે અપમૃત્યુના બનાવ અંગે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

ચોથા બનાવમાં મોરબીના બગથળા ગામે રહેતા મેહુલભાઈ નવઘણભાઈ ગમારા ઉવ.૨૨એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેમની ડેડબોડી તેમના કુટુંબી મોરબી સરકારી હોસ્પિટલ લાવતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઇંકવેસ્ટ પંચનામુ કરી મૃતદેહને પીએમ માટે સોંપી આપેલ છે. હાલ મોરબી તાલુકા પોલીસે મર્યુના બનાવ અંગે અ.મોત રજી કરી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે પાંચમાં અપમૃત્યુના બનાવમાં મૂળ મહારાષ્ટ્ર રાજ્યના પુના શહેરમાં રહેતા વિનોદભાઈ નંદકિશોરભાઈ ચૌધરી ઉવ.૫૦ વાળા મોરબી જુની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીના પાણીમાં કોઇપણ કારણોસર ડુબી જતા મરણ જતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલમાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે મરણ જનારની લાશ પર ઇન્કવેસ્ટ પંચનામુ કરી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

અપમૃત્યુના છઠ્ઠા બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂની પીપળી ગામે ગજાનંદ પાર્કમાં રહેતા જેઠાભાઇ ભોજુભાઇ ચૌહાણ ઉવ.૮૫ રફાળીયા ગામ પાસે મચ્છુ-૨ ડેમના પાણીમાં કોઇપણ કારણોસર પડી જતા પાણીમાં ડુબી જઈ મરણ ગયા હતા. ત્યારે તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પીટલમાં લાવતા તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!