મોરબીના સામાજિક કાર્યકરોએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબીમાં આવેલ દરબાર ગઢથી નગર દરવાજા સુધી તથા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સંપૂર્ણ નાશ પામેલ હોય તો તેને નવો બનાવી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે..
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, ચિરાગભાઈ સેતા, દેવેશ રાણેવાડીયા અને મુસ્તાકભાઈ બ્લોચ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી મોરબીમાં આવેલ દરબારગઢથી નગર દરવાજા સુધી તથા નગર દરવાજાથી જુના બસ સ્ટેન્ડ સુધીનો રોડ સંપૂર્ણ નાશ પામ્યો હોય તો નવો રોડ બનાવી આપવા માંગ કરાઇ છે. મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ છેલ્લી વિધાનસભા ચુંટણી જાહેર સભામાં ગ્રીન ચોકપણ વેપારીઓને જાહેરમાં કામો થઈ જશે તેમ વચન આપ્યું હતું. પરંતુ ધારાસભ્ય બન્યા બાદ કામ થયું નથી તેથી લોકોમાં રોષની લાગણી દેખાઈ રહી છે તેથી તાત્કાલિક ધોરણે ધારાસભ્ય રસ લઇને રોડ રસ્તામાં કામ કરાવી આપે તેમ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે.