Sunday, September 22, 2024
HomeGujaratટંકારાના અપહરણ, દુષ્કર્મ તથા પોક્સોના ગુન્હાના આરોપીનો જામીન પર છુટકારો

ટંકારાના અપહરણ, દુષ્કર્મ તથા પોક્સોના ગુન્હાના આરોપીનો જામીન પર છુટકારો

ટંકારાના અપહરણ, દુષ્કર્મ તથા પોક્સોના ગુન્હાના આરોપીને ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપીના વકીલની દલીલોને ધ્યાને રેગ્યુલર જામીન મંજુર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા (રહે. રામકો સોસાયટી, ઘુટુ તા. જી. મોરબી) આઈ. પી. સી. કલમ ૩૬૩, ૩૯૯, ૩૭૬ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટની કલમ ૫ (એલ), ૬, ૧૬, ૧૭ મુજબ ના ગુન્હામાં અટક કરી અને સેશન્સ કોર્ટમાં રજુ કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કર્યો હતો. જેને લઈ આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ જજ ડી. પી. મહીડાએ આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડાને રૂા. ૨૫,૦૦૦/– ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!