સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા નાલુ તોડાવી ફરીથી ગુણવતાવાળું બનાવવા કોન્ટ્રાકટર અને અધિકારીઓને તાકીદ કરી
મોરબીના નેશનલ હાઇવે થી પીલુડીનો અંદાજે ૪ કિમિનો રસ્તો ઘણા સમય બાદ બની રહ્યો છે. ત્યારે હાઇવે થી ૨૦૦ મીટર દૂર ૧૦ દિવસ પહેલા નવું બનેલું નાલુ નબળી ગુણવતાવાળું બનતા તૂટી ગયું હતું આથી સ્થાનિક ગ્રામજનો અને પીલુડીના ગ્રામ પંચાયતે ડીડીઓને લેખિત રજૂઆત કરી ગુણવતાવાળો રસ્તો બનાવવા માંગ કરી હતી ત્યારે સિંચાઈ સમિતિના ચેરમેન અજય લોરીયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી ‘નબળું કામ નહિ ચલાવી લેવાની તાકીદ કરી’ નબળી ગુણવતા વાળું નાલુ તોડી પડાવી ફરીથી ગુણવતા વાળું બનાવવાની કડક સૂચના આપવામાં આવી છે.