Monday, October 7, 2024
HomeGujaratમોરબીના ટીંબડી ગામ નજીક ઝડપાયેલ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઔધોગિક હેતુ માટે...

મોરબીના ટીંબડી ગામ નજીક ઝડપાયેલ નીમકોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઔધોગિક હેતુ માટે લઈ જવાતો હોવાનો ખુલાસો:ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ટીંબડી ગામના પાટીયા પાસે શંકાસ્પદ આઇસર નીકળતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી બિલ કે આધાર પુરાવા વગરની નીમ કોટેડ યુરિયા ખાતરની ૩૫૦ બોરીઓ વજન ૧૬ ટન મળી આવી હતી. આ સાથે આઇસર ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આઇસર ચાલકની પૂછતાછમાં અન્ય આઇસરમાં પંચર પડતા આ આઇસરમાં આ નીમકોટેડ યુરિયા ખાતરનો માલ ટ્રાન્સફર કરેલ હોવાનું તેમજ માલ ભરી આપનાર અને માલ મંગાવનાર શખ્સોના નામ ખુલવા પામ્યા હતા. હાલ પોલીસે ચાર શખ્સો સામે રાસાયણિક ખાતર નિયંત્રણ કલમ તથા જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની તેમજ ભારતીય ફોજદારી ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસે ગત તા.૧૦ જુનના રોજ ટીંબડી ગામ નજીક બસ સ્ટેન્ડ પાછળથી આઇસર રજી. જીજે ૩૬ વી ૬૯૮૪ નીકળતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી યુરિયા ખાતર મળી આવ્યું હતું, જે રાસાયણિક ખાતર બાબતે બિલ કે કોઈ આધાર પુરાવા આઇસર ચાલક પાસે ન હોવાનું સામે આવતા તુરંત આઇસરને સાઈડ માં રખાવી આઇસર ચાલક આરોપી પ્રવિણભાઇ રણજીતભાઇ ઠાકોર ઉવ.૨૪ રહે. વિરોચનનગર ઠાકોરવાસ તા.સાણંદ જી.અમદાવાદની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની સઘન પૂછતાછમાં આ જથ્થો અન્ય આઇસર રજી. જીજે ૩૬ ટી ૯૯૭૦ માં આરોપી મુન્નાભાઇ ઝાલાભાઇ ગોલતર રહે.હાલ-વટવા અમદાવાદ શહેર મુળ રહે. એંજાર તા.ધ્રાંગધ્રા ના કહેવાથી આરોપી વિજયભાઇ ભરવાડ રહે. ચુંપણી તા.હળવદ દ્વારા ભરી આપવામાં આવેલ હતો. ત્યારે ઉપરોક્ત આઇસર નં. જીજે ૩૬ ટી ૯૯૭૦ માં મોરબીના જેપુર ગામ નજીક પંચર પડતા આ યુરિયા ખાતરનો જથ્થો જીજે ૩૬ વી ૬૯૮૪માં ભરેલ હોવાની કબૂલાત આપી હતી.

ઉપરોક્ત આઇસર રજી. જીજે ૩૬ વી ૬૯૮૪માંથી આશરે ૧૬૨૮૦ કિલો ગ્રામ વજન જે એક કિલો ગ્રામ યુરીયા ખાતની કિંમત રૂપિયા ૬/- લેખે ગણી કૂલ ૧૬૨૮૦ કિલો ગ્રામ યુરીયા ખાતરની કિંમત રૂપિયા ૯૭,૬૮૦/- ખાતરની ખેતી સિવાયના ઉપયોગમાં રેગઝીન બનાવાના ઔદ્યોગીક હેતુ માટે વપરાશ કરતા હોવાનું સામે આવતા પોલીસે આઇસર સહિત કુલ રૂ. ૭ લાખ ૯૭ હજાર ૬૮૦/- નો મુદ્દામાલ કબ્જે લઈ અન્ય ફરાર આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!