મોરબી તાલુકાના પાનેલી ભરવાડ વાસ ખાતે રહેતા રાજુભાઈ પરસાડીયાએ રાજકોટ જીઆઇડીસી સામે મામલતદાર અને મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં અરજી કરી અરજદાર દ્વારા દાદ માંગવામાં આવી છે. સામાવાળા સામે કે પાનેલી સર્વે નં-૧૪૦ પૈકી માથી નીકળતા જાહેર માર્ગ રસ્તા તથા વરસાદી પાણીના વહેણો વોકળા બંધ કરી દેવામાં આવ્યા છે. જે બુરાણ કરીને સામેવાળાઓએ ઔધ્યોગીક પ્લોટીંગ કરીને વેચાણ અર્થે લે-આઉટ પ્લાન શીટ બનાવવામાં આવ્યા છે જેની સામે દાદ માંગવામાં આવી છે.
મોરબીના અરજદાર રાજુભાઈ પરસાડિયા દ્વારા મામલતદાર અને મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં જાંબુડીયા સર્વે નંબર ૧૪૬ પાનેલી સર્વે નંબર ૧૪૦/૨ ના કુદરતી વરસાદી પાણીના હોકળાઓ વહેણ બંધ કરી નાખવામાં આવ્યા છે તેમજ જાહેર માર્ગો એક બીજા ગામ જવા માટેના બંધ કર્યા છે. જીઆઇડીસી દ્વારા રસ્તા અને કુદરતી વરસાદી પાણીના વોકળાઓ ખુલ્લા કરવાની સંપૂર્ણ સત્તા મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ મામલતદારની હોય જીઆઇડીસી સામે કેસ દાખલ કરવા તારીખ ૧૦/૬/૨૦૨૪ થી દાદ માગવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી કેસ દાખલ કરાયો નથી. જે સ્થળ ઉપર રોજકામ કરવામાં આવ્યું નથી. વધુ વરસાદ પડે એટલે ‘પાણીમા પાનેલી’ માનવસર્જિત જળ હોનારત થઈ શકે છે. અને લોકોના જાનમાલને ખુબ જ મોટું નુક્સાન થાય તેમ છે. કુદરતી વરસાદી પાણીના વોકળાઓ વહેણ બંધ થતાં જાંબુડીયા લખધીરપૂર પાનેલી ગામોને લાગું પડતા ખેતરને પણ ખુબ મોટું નુક્સાન થાય તેમ છે.છતાં પણ મામલતદાર વિધિવત કેસ દાખલ કરવા લેખીત રજુઆત કરી દાદ માંગવામાં આવી છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી હાથ ધરાઇ નથી તેમજ રૂબરૂ મળીને ફરિયાદીએ કાકલૂદી કરી છે તેમ છતાં કેસ દાખલ કરવામાં આવતો નથી તેમ ફરિયાદી રાજુભાઈ માધાભાઇ ભરવાડે જણાવ્યું છે.