સરકાર દ્વારા વૃક્ષો વાવી તેનું જતન સાથે ઉછેર થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહયાં છે. ત્યારે હળવદ તાલુકાના આરામગૃહ ખાતે વૃક્ષોનું રોપણ કરી સમગ્ર વિસ્તારમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે અપીલ કરવામાં આવી છે.
હાલ વરસાદી સીઝન જામી છે. અને સારા વરસાદ માટે વૃક્ષોની વાવણી કરી તેનું જતન કરવું આવશ્યક છે ત્યારે સરકાર દ્વારા બહોળી સંખ્યામાં વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેને લઇને હળવદ તાલુકાના આરામગૃહ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઇ સંઘાણી, માજી ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન મનસુખભાઇ દલવાડી અને છેલ્લા સાત વર્ષથી હળવદ તાલુકાની પ્રાથમિક શાળામાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરતા વૃક્ષો પ્રેમી અને ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામ ભાઈ દેથરિયા દ્વારા વૃક્ષા રોપણ કરી સમગ્ર વિસ્તાર
માં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને જતન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. ઘનશ્યામભાઈ દ્વારા રાણેકપર નીલકંઠ મહાદેવ શિવાલય ખાતે ૨૫૧ શ્રી બિલ્વ વૃક્ષ વાવી તેનું જતન છેલ્લા આઠ વર્ષથી કરવામાં આવે છે અને લોકોને પણ વૃક્ષો વાવી જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.