મોરબી પોલીસ દ્વારા વ્યાજ ખોરી ડામવા માટે જન સંપર્ક સભા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી હળવદ વાંકાનેર ટંકારા માળિયા સહિતના લોકોએ હાજરી આપી હતી અને પોલીસ દ્વારા લોન લેનાર લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું.
મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા વ્યાજખોરો ને ડામવા આજે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જનસંપર્ક સભા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોરબી,માળિયા,હળવદ, વાંકાનેર,ટંકારા સહિતના વિસ્તાર ના વેપારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમ્યાન મોરબી ની સરકારી અને પ્રાઇવેટ બેંકના બેંક મેનેજર હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માં કોઈને વ્યાજખોરો સામે જો ફરિયાદ હોય તો જુદા જુદા પોલીસ મથકના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહી પોલીસ મથકના જે તે વિસ્તારના કેમ્પ ઊભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન લોન લેનાર લાભાર્થીઓને જુદી જુદી બેંકના કુલ સવા કરોડ થી વધુ ના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા એટલું જ નહિ મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજ દિન સુધી જુદી જુદી કુલ 50 ફરિયાદો વ્યાજખોરો સામે નોંધવામાં આવી છે જેમાં 140 જેટલા વ્યાજખોરો ની ચુંગલ માંથી લોકોને છોડાવ્યા છે ત્યારે આજે પણ જે લોકો આવા કોઈ પણ ગુના કરતા ઈસમો સામે બંડ પોકારશે ત્યારે પોલીસ તેની મદદ માટે હંમેશા તૈયાર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ ઉપરાંત જે લોકો આવી કોઈ માહિતી આપશે તેનું નામ પણ ગુપ્ત રાખવા મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જણાવવામાં આવ્યું છે આ બાદ મોરબી પોલીસ દ્વારા જુદા જુદા કેમ્પ ની મુલાકાત લઈ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓને લોન માટે પણ ભલામણ મોરબી એસપી દ્વારા કરવામાં આવી હતી.