મોરબીના ઘૂંટુ ગામ નજીક આવેલ નદીમાં માછલીઓના ટપોટપ મોત થયાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે માછલીઓના મોત ફેકટરી દ્વારા કેમિકલ યુક્ત પ્રવાહી નાખતા કે કચરો નાખતા મોત થયાનું આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે હાલ તંત્ર દ્વારા માછલીઓના મોત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…
મોરબીના ઘુંટુ ગામ નજીક નદીમાં અસંખ્ય માછલીના ભેદી રીતે મોત થયાનો બનાવ સામે આવ્યો છે. ફેકટરી ધારક કેમિકલ યુક્ત પ્રવાહી અથવા કચરો નાખતા માછલીઓના મોત નિપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં લોકો જોવા માટે ઉમટી પડ્યા છે. તો એક સાથે અસંખ્ય માછલીઓના મોતથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. નદીમાં માછલીઓના ટપોટપ મોત થયાનો બનાવ સામે આવતા જીવદયા પ્રેમીઓ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરાઇ છે તો માછલીઓના મોત અંગે કારણ જાણવા તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે.