શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તાલુકામાંથી પધારેલ મહેમાન એ વી ખાનપરા પ્રિન્સિપાલ કૃષિ પોલીટેકનીકલ તેમજ પટેલ દિનેશભાઈ સીઆરસી કોર્ડીનેટર ધનાળાએ શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપીને આશીર્વાદ આપ્યા હતાં. તેમજ શાળાની સિદ્ધિઓ વતી શાળાના આચાર્ય અને શિક્ષક ગણને બિરદાવ્યા હતા. તેમજ બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા તેને તમામ લોકોએ નિહાળ્યો હતો…
શ્રી હળવદ તાલુકાના શિવપુર પ્રાથમિક શાળામાં વર્ષ 2024 શાળા પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના પૂજ્ય જગદીશ બાપુ તરફથી ધોરણ પાંચથી આઠના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ રૂપે કુલ રકમ 12,254 ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ આવતા સત્રમાં પણ ધોરણ પાંચ થી આઠના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને કુલ રકમ 17,100 જેવી રકમ ઇનામ સ્વરૂપે આપવાની જાહેરાત કરી જેઓ ગરીબ પરિવારની 30 દીકરીઓને દત્તક લઈ શિક્ષણની સાચી જવાબદારી નિભાવે છે. તેમજ સ્ટેશનરી કીટ એસએમસી સભ્ય જીતેન્દ્રભાઈ વાધડીયા તરફથી ભેટ સ્વરૂપે આપી બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા, સુરેશભાઈ કોટડીયા તરફથી પણ શાળાના વિકાસ અર્થે 2600 રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નંબર મેળવેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના બાળકોને તિથિ ભોજન રાજેશભાઈ જેઠલોજા તરફથી આપવામાં આવ્યું હતું, અંતે Smc સભ્ય ગીતાબેન જેઠલોજાએ સરકારની વિવિધ પરીક્ષાલક્ષી યોજનાથી ગ્રામજનોને વાકેફ કર્યા હતા…