છોટાકાશી ગણાતા એવા દેવભૂમિ હળવદના ઐતિહાસિક સામંતસર સરોવરમાં કોઈ ઈસમોએ શક્તિ માતાજીના મંદિર પાસેથી તળાવમાં ગેરકાયદેસર રીતે માછલાં પકડવાની ઝાળી નાખી હતી. જે હળવદના લોકોએ ચાલુ વરસાદે સરોવરમાં ઉતરી ઝાળી બહાર કાઢી અને તેમાં ફસાયેલી મોટાભાગની માછલીઓને મુક્ત કરી હતી…
મળતી માહિતી અનુસાર, છોટા કાશી ગણતા એવા દેવભૂમિ હળવદના ઐતિહાસિક સામંતસર સરોવર માં કોઈ ઈસમો દ્વારા શક્તિ માતાજીના મંદિર પાસેથી તળાવમાં ગેરકાયદેસર રીતે માછલાં પકડવાની ઝાળી નાખવામાં આવી હતી. જે ઝાળી ચાલુ વરસાદે હળવદના લોકોએ તળાવમાં ઉતરી ઝાળી બહાર કાઢી તેમાં ફસાયેલી માછલીઓને મુક્ત કરવામાં આવી હતી તેમ છતાં એક માછલીનું ઝાળીમાં મોત થઈ જતાં હળવદમાં જીવદયાપ્રેમીઓએ હળવદમાં માછીમારી કરવા આવેલા ઈસમો સામે રોષ વ્યક્ત કર્યો હતો.