Monday, November 25, 2024
HomeGujaratહળવદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા મામલતદારના પાઠવાયું આવેદન

હળવદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા મામલતદારના પાઠવાયું આવેદન

હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહારના હાટડા બંધ કરાવવા વીએચપી, બજરંગ દળ, સામાજિક સંગઠનો, વેપારી મહામંડળ મંડળ,ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા વિશાળ મૌન બાઈક રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ 48 કલાકનું અલ્ટીમેટ આપી માસ-મટના ગેરકાયદેસર હાટડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદએ છોટાકાશી તરીકે જગવિખ્યાત છે, હળવદ ભુદેવોની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે, આજ દીન સુધી શહેરમાં જાહેરમાં કોઈ પણ પ્રકારનું માંસાહારનું વેચાણ થતું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો દ્વારા ખૂણે ખાચકે માંસાહારનું ગેરકાયદેસર રીતે બેરોકટોક વહેંચણ થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આવી અસામાજિક પ્રવૃત્તિ શહેરમાં થતી અટકે અને શુક્રવારે બપોરના સમયે હળવદનું ઐતિહાસિક સામંતસર સરોવરમાં ગેરકાયદેસર માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો હતો. જે બાબતે શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ સંગઠનોઓ સાધુ-સંતો, અગ્રણીઓ, શેહીરીજનો, યુવાનોની મોટી સંખ્યામાં બેઠક યોજાઇ હતી. જેમા નક્કી થયું હતું કે ૪૮ કલાકોમાં ગેરકાયદેસર ધમધમતા માંસ મટન હાટડાઓ તંત્ર દ્વારા બંધ કરાવવા નહી આવે તો જનતા રેડ કરવામાં આવશે. જે બાબતે લક્ષ્મી નારાયણ ચોક થી સવારે ૧૧ વાગે વિશાળ મૌન બાઈક રેલી કાઢી હળવદ મામલતદાર સહીત હળવદ પોલીસ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું હતું, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સોરાષટ બજરંગ દળ સયોજક ભાવેશભાઈ ઠક્કર, મહંત દિપકદાસજી મહારાજ, ભક્તિ નંદન સ્વામી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી,વેપારી મહામંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી,વલ્લભભાઈ પટેલ, ડો.મિલનભાઈ માલપરા,ધનશ્યામભાઈ દવે, રમેશભાઈ ભગત, સહીત વિશ્ર્વહિન્દુ પરિષદ,બજરંગદળ, વેપારીઓ,વિવિધ સામાજિક સંગઠનો,સંસ્થાઓ,ધર્મપ્રેમી જનતા, જીવદયા પ્રેમીઓ, યુવાનોઓ, શહેર ના અઢારે વર્ણના લોકો મોટીસંખ્યામાં વિશાળ મૌન બાઈક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અને 48 કલાકમાં નોનવેજના હાટડાઓ બંધ કરાવવા અલ્ટીમેટ આપ્યું હતું, જો નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!