મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામનાં સરપંચ નવનીતભાઈ સરડવા દ્વારા આજરોજ 151 વૃક્ષ વાવવામાં આવ્યા હતા. સરડવા ગામના સરપંચ દ્વારા આજરોજ ઉત્તમ અને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવતાં ગ્રામ્ય લોકો દ્વારા બિરદાવવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના સરવડ ગામનાં સરપંચ નવનીતભાઈ સરડવા દ્વારા આજરોજ 151 વૃક્ષ વાવવામાં આવ્યા હતા. સરડવા ગામના સરપંચ દ્વારા આજરોજ ઉત્તમ અને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. જેની સમગ્ર ગામજનો દ્વારા પ્રશંસા કરી કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે. વૃક્ષારોપણના ભગીરથ કાર્યમાં સરડવા ગામના દસેક જેટલા યુવાનોએ જોડાઈને પોતાની સેવા આપી હતી જેમને પણ ગ્રામજનો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. અને સરપંચ દ્વારા ભલાઈ અને સેવામાં કર્યો ગ્રામજનોના હિતમાં કરવામાં આવે તેવી ગ્રામજનોએ અપીલ કરી હતી. ત્યારે ગ્રામ ના સરપંચ નવનીત ભાઈ માટે વૃક્ષ છે અનમોલ રતન, કરો તેનું જતન, જન જનમાં જાગૃતિ લાવો, ઠેર ઠેર વૃક્ષ વાવો યુક્તિ લાગુ પડતી નજરે પડી રહી છે.