ચૌદ વર્ષીય સગીર ને બે છરીના ધા મારતા ગંભીર ઈજા વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો
હળવદ તાલુકાના ટીકર રણની કાઠીએ સામાન્ય મજૂરી કામ કરીને પેટીયું રડતા બે પરીવાર ના બે મિત્રો વચ્ચે મોબાઈલ બાબતે સામાન્ય બોલાચાલી થતાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કાદરભાઈના જમાઈ મુસ્તાક ઉશ્કેરાઈ જતા છરીના ઘા ઝિકી દેતા સગીરને ગંભીર ઈજા થતાં હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જયા થી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો.જયારે ઝગડામાં બાજું રહેતા કાદરભાઈ આરીફ ભાઈ મોવર ઉ.૬૦( મુસ્તાક ના સસરા)વાળા વચ્ચે પડતાં તમને પણ ઈજા થઈ હતી ઘટનાની જાણ હળવદ પોલીસ તાત્કાલિક ધટના પહોંચી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર રણની કાંઠી એ સામાન્ય મજૂરી કામ કરીને પેટીયું રડતા પરિવારના બે મિત્રો વચ્ચે મોબાઈલ બાબતે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી,જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 14 વર્ષીય સગીર તેને તેના બાજુમાં રહેતા મુસ્તાક એ છરીના બે ઘા મારતા ગંભીર રીતે ઈજા થઈ હતી જેને સૌપ્રથમ હળવદની સરકારી હોસ્પિટલોને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યો હતો. ઝગડામાં વચ્ચે પડતા કાદરભાઈ આરીફ ભાઈ મોવરને પણ ઈજા થઈ હતી તેઓને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આરોપી છરીના ધા મારીને ફરાર થય ગયો હતો.ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.