મોરબી તાલુકાના ભરતનગર ગામે ગત તા ૨૯/૦૬ ના રોજ રાત્રીના ગામમાં ચોરી કરવાના ઇરાદે આંટાફેરા મારતા એક અજાણ્યા પુરુષને ગામલોકોએ પકડી રાખ્યો હોવાની પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચતા જ્યાં આશરે ૨૫ થી ૪૦ વર્ષનો અજાણ્યો પુરુષ જેને માથામાં ઇજા થયાનું સામે આવતા જેને પ્રથમ મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરાયો હતો જ્યાં તેનું મૃત્યુ નિપજતા તેમજ પ્રાથમિક તબીબી અહેવાલમાં અજાણ્યા પુરુષને માથામાં બોથડ પદાર્થ મારવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યાનું જણાવતા હાલ મોરબી તાલુકા પોલીસે અજાણ્યા લોકો વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ભરતનગર ગામે ૨૯/૦૬ના રોજ રાત્રીના ભાગે કોઈ અજાણ્યો માણસ આંટાફેરા મારતો હોય જે બાબતે ગામલોકો જાગી જતા તેનો પીછો કરી અજાણ્યા પુરુષને પકડી લેવામાં આવી પોલીસ કંટ્રોલ રૂમમાં જન કરાઈ હતી જેથી તુરંત તાલુકા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે અજાણ્યા પુરુષ કે જેની આધારે ઉંમર ૨૫ થી ૪૦ વર્ષની હોય જેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવતા ગામલોકોને પ્રાથમિક પૂછપરછ કરતા, અજાણ્યો માણસ ભાગવા જતો હોય અને તેને ઇજા પહોંચી હોવાનું જણાવાયું હતું. ત્યારે પોલીસ ટીમે અજાણ્યા પુરુષને પોલીસ પીસીઆર વાનમાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારમાં રાજકોટ રિફર કરતા જ્યાં હાજર ડોકટરે જોઈ તપાસી અજાણ્યા પુરુષને મૃત જાહેર કર્યો હતો.
બીજીબાજુ રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મૃત્યુ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી દસ્તાવેજી કાર્યવાહી હાથ ધરી હતી. અજાણ્યા પુરુષના મૃત્યુ અંગે તબીબી અહેવાલ મુજબ માથામાં બોથડ પદાર્થના ઘા મારવાને કારણે થયેલ ગંભીર ઇજા મોતનું કારણ બની હતી ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કેતનભાઈ જીવણભાઈ અજાણા દ્વારા ફરિયાદી બની હત્યા નીપજાવનાર અજાણ્યા માણસો વિરૂદ્ધ આઇપીસી ૩૦૨ કલમ હેઠળ ગુનો નોંધી હત્યારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.