Sunday, October 6, 2024
HomeGujaratમોરબી:ક્રિકેટ મેચ જોવા માટેની ઓનલાઇન ટિકિટ બુક કરાવી દેવાની લાલચ આપી યુવાન...

મોરબી:ક્રિકેટ મેચ જોવા માટેની ઓનલાઇન ટિકિટ બુક કરાવી દેવાની લાલચ આપી યુવાન સાથે ૬૫ હજારની છેતરપિંડી

મોરબીમાં રહેતા વેપારી યુવાન સાથે ઓનલાઇન છેતરપિંડી થયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદ ખાતે વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવાની ટિકિટ અપાવી દેવાની લાલચ આપી યુપીઆઇ દ્વારા પ્રથમ ૬ હજાર બાદમાં કટકે કટકે ૭૨ હજાર મેળવી લઇ ટિકિટ ન આપી અને ઓનલાઇન ટ્રાન્સફર કરેલ નાણા પણ પરત ન આપતા યુવક દ્વારા ઈન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા અને મોબાઇલ નંબર ધરાવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર ગામ નજીક ધ ગાર્ડન પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિકભાઈ દિક્ષિતભાઈ પંડ્યા ઉવ.૩૬ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી તરીકે Vishwas-shuklaa ઇસ્ટાગ્રામ આઇ.ડી જેના મો.નં ૮૫૧૧૯૭૫૧૭૯ યુ.પી.આઇ આઇ.ડીના ધારક તથા તપાસમાં ખુલે તે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કે વિશ્વાસ શુક્લા નામના ઇન્સટાગ્રામ આઇ.ડીના મો.નં-૮૫૧૧૯૭૫૧૭૯ વાળાએ ગત તા. ૧૮ નવેમ્બર ૨૦૨૩ થી ૧૯ નવેમ્બર ૨૦૨૩ દરમિયાનમાં ઇન્ડીયા-ઓસ્ટ્રેલીયા વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા માટેની ટીકીટ બુક કરી આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી પ્રતિકભાઇ પાસેથી પ્રથમ રૂ.૬૦૦૦/- બાદ કટકે કટકે કુલ રૂ.૭૨૦૦૦/- (vishwasshukiahz1991@okicici) વાળા યુ.પી.આઇ આઇ.ડીમા ટ્રાંસફર કરાવી મેળવી લીધા બાદ પ્રતિકભાઈનો વિશ્વાસ જીતવા રૂ.૭૦૦૦/- પરત કરી દીધા હતા. બાદમાં મેચની ટીકીટ નહી આપી કુલ રૂ.૬૫૦૦૦/- મેળવી લઇ પ્રતિકભાઈ સાથે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. ઉપરોક્ત ઈન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ દ્વારા આજદિન સુધી નાણા પરત નહીં કરતા પ્રતિકભાઈએ વિશ્વાસ શુક્લા તેમજ તપાસમાં ખૂલે તે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!