ડોક્ટર ડે નિમિતે શ્રી એસ.એસ.સંકુલ ચરડવા ગુરુકુળ દ્વારા સંચાલિત શ્રી એન.એલ. આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચરાડવામાં છેલ્લા 32 વર્ષથી સેવા આપતા ડો.ભરતભાઈ પ્રજાપતિ તથા સી.એચ.સી. સેન્ટરમાં આઠ વર્ષથી સેવા આપતા ડો. નિકિતા મેડમ (ડેન્ટિસ્ટ) સી.એચ.સીમાં ડોક્ટર તરીકેની સેવા આપતા ડો.શબનમ મેડમ ઉપસ્થિત રહયા હતા. નર્સિંગ કોલેજના વિધાર્થીઓ ડોકટર પર સરસ મજાનું નાટક રજુ કરાયું હતું.
ડોકટર ડે ની ઉજવણી શ્રી એસ.એસ.સંકુલ ચરડવા ગુરુકુળ દ્વારા સંચાલિત શ્રી એન.એલ. આમોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. ચરાડવામાં છેલ્લા 32 વર્ષથી સેવા આપતા ડો.ભરતભાઈ પ્રજાપતિ તથા સી.એચ.સી. સેન્ટરમાં આઠ વર્ષથી સેવા આપતા ડો. નિકિતા મેડમ (ડેન્ટિસ્ટ) સી.એચ.સીમાં ડોક્ટર તરીકેની સેવા આપતા ડો.શબનમ મેડમ ઉપસ્થિત રહયા હતા. નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાનું ડોક્ટરનું એક નાટક સાથે દેશભક્તિ ગીતની રજૂઆત કરીને કોરોના કાળમાં ડોક્ટરો દ્વારા કરેલ સેવાને યાદ કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે સંસ્થાના સંચાલક એલ. એન. શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, ડોક્ટરએ દર્દીઓના જીવનદાતા છે. તેમજ આ પ્રસંગે ડોક્ટરો, શિક્ષકો, સંચાલક તથા નર્સિંગ કોલેજના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નર્સિંગ કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરી હતી.