વાંકાનેરના લુણસરીયા ગામની તળાવીયા સીમમાં આવેલ પોતાની માલિકીના શેઢે માલઢોર બાંધવાની ના પાડતા સગાભાઈને ભાઈ ભાભી તથા ભત્રીજાએ બોલાચાલી ઝઘડો કરી પગમાં તથા ગળા પાસે લોખંડના ધરિયાના ઘા મારી મૂંઢ ઈજાઓ પહોચાડવા અંગેની વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે વાડીએ રહેતા ચતુરભાઇ તેજાભાઇ જીંજરીયા ઉવ.૪૩ એ પોતાના સગા ભાઈ સોમાભાઇ તેજાભાઇ જીંજરીયા તથા ભત્રીજો સંજયભાઇ સોમાભાઇ જીંજરીયા અને ભાભી પાચુબેન સોમાભાઇ તેજાભાઇ જીંજરીયા રહે.બધા ગામ-લુણસરીયા તા.વાંકાનેર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી તથા તેના સગા ભાઈ ના ખેતર બાજુ બાજુમાં આવેલા હોય ત્યારે ફરિયાદી ચતુરભાઈના શેઢે આરોપી સોમાભાઈ બાંધવા આવેલ જેથી ચતુર્ભાઈએ પોતાના શેઢે માલઢોર બાંધવાની ના પાડતા જે બાબતે આરોપી સોમાભાઇને સારુ નહિ લગતા તેના હાથમાં રહેલ લોખંડના ધારીયા વડે ફરીયાદી ચતુરભાઇને ડાબા પગના મારમારી ઇજા કરી તેમજ છાતીના ભાગે મારમારી મુંઢ ઇજા કરી હતી. તથા ફરિયાદી ચતુરભાઇનો ભત્રીજો આરોપી સંજયભાઇએ પણ તેના હાથમા રહેલ લોખંડના ધારીયા વડે ચતુરભાઇને કાનની બુટ તથા ડોકના ભાગે ઇજા કરી હતી તે દરમિયાન આરોપી પાચુબેને ચતુરભાઈને જેમ ફાવે તેમ ભુંડા બોલી ગાળો આપી હતી. સમગ્ર બનાવમાં ચતુરભાઇને ધારદાર હથીયાર વડે ઇજા તેમજ મુંઢ ઇજા કરી ગુનામા એકબીજાને મદદગારી કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહીતાની કલમ-૧૧૫(૨) ૧૧૮(૧) ૩૫૨, ૫૪ તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.