હળવદના ઢવાણા ગામના બોર્ડ પાસેથી ટ્રેકટરની ટ્રોલીમાં વિદેશી દારૂ-બિયર નો જથ્થો લઇ નીકળેલ શિરોઈ ગામના એક શખ્સને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે વિદેશી દારૂના જથ્થાનો સપ્લાયર એવો કોયબાના શખ્સનું નામ ખુલવા પામતા તેને ફરાર દર્શાવી તેની શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસ ટીમે હળવદ તાલુકાના ઢવાણા ગામના પાટીયા પાસેથી ટ્રેક્ટર રજી નં. જીજે-૧૩-ઈઈ-૫૨૯૭ની ટ્રોલીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની “ગ્રીન લેબલ ૭૫૦એમએલ.ની બોટલો નંગ ૨૪ કિં.રૂ.૮૪૦૦ તથા બીયર “કીંગ ફીશર પ્રિમિયમ ટીન નંગ ૧૨ કિં.રૂ.૧૨૦૦ મળી કુલ કિં.રૂ.૯૬૦૦ નો મુદામાલ લઈ નીકળેલ આરોપી ડાયાભાઈ ગોપાલભાઈ પઢિયાર ઉવ.૩૬ રહે.શિરોઈ તા.હળવદ જી.મોરબીની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં વિદેશી દારૂ બિયર નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે હળવદ તાલુકાના કોયબા ગામના આરોપી સુખદેવસિંહ ઉર્ફે એસ.પી. પથુભા ચાવડા પાસેથી ખરીદ કરી લઈ આવ્યાની કબૂલાત આપતા હળવદ પોલીસે તેને ફરાર દર્શાવી દારૂ બિયરનો જથ્થો તથા ટ્રેક્ટર – ટ્રોલી સહિત રૂ. ૨,૭૯,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઇ બંને આરોપીઓ સામે પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.