મોરબી તાલુકા પાસે આવેલા ઘોડાધ્રોઇ જળાશય યોજનામાં 70 ટકા પાણી યોજના મુજબ ભરાઈ ગયું હોવાથી રુલ લેવલ જાળવવા માટે ગમે ત્યારે પાણી છોડવામાં આવશે તેથી નદીના પટમાં તથા કાંઠા વિસ્તારના લોકોને અવર જવર નહિ કરવા સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પાસે આવેલા ઘોડાધ્રોઇ જળાશય યોજનામાં 70 ટકા પાણી યોજના મુજબ ભરાય ગયું છે. જે ડેમમાં F.R.L 98.3 મીટર ની સ્થિતિ છે જ્યારે હાલ ડેમ 96.8 મીટર લેવલ પર છે તેથી 34.72 ક્યુસેક પાણીના જથ્થાની ડેમમાં આવક થવા પામી છે. જેથી મોરબી તાલુકાના જીવાપર ગામના લોકોને ખાસ સૂચના સાથે અન્ય નવ ગામો જેમાં ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપુર (મચ્છુ), રાપર, છાપર, સુલતાનપુર, મનાબા, ચીખલી ગામના લોકોને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારના લોકોને અવર જવર નહિ કરવા સુચના અપાઇ છે. તેમજ ગામના લોકોને ચેતવણી રૂપે સંદેશો આપવામાં આવ્યો છે. ડેમમાં પાણીની આવક વધતાં તંત્ર રુટ લેવલ જાળવવા પાણી છોડશે જેથી લોકોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.