વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ થાય કે અપહરણ થયેલ બાળકો અને પુખ્તવયના લોકોને શોધવા માટેની કામગીરી હાથ ધરી હતી. ત્યારે વલસાડ પોલીસે મે અને જૂન ૨૦૨૪ એમ ફક્ત બે જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ -૩૨ તથા સ્ત્રી પુરૂષ મળી કુલ -૪૭ લોકો મળી કુલ-૭૯ લોકોને શોધી કાઢ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગની સુચના અન્વયે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લાં બે વર્ષમાં ગુમ/અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા કામગીરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બે વર્ષથી ગુમ/અપહરણ થયેલ બાળકો/બાળકી તથા વ્યકિતના કિસ્સાઓમાં જે તે સમયના કાગળો તથા રજિસ્ટરો ચેક કરી ફરીયાદી તથા તેમના સગાઓનો સંપર્ક કરી સાથે ફરીયાદી અને સાક્ષીઓના નિવેદનો તેમજ તેમના બતાવેલ સરનામે શોધખોળ ચાલુ રાખતા અનેક કિસ્સાઓમાં ગુમ/અપહરણ બાળકો તથા વ્યકિતઓ ગુજરાત રાજ્ય બહાર રહેતા હોવાનું ધ્યાને આવેલ હતુ. જે તમામ કિસ્સાઓમાં જિલ્લાના થાણા અધિકારીઓને જે તે રાજયમાં જે તે જિલ્લાના સરપંચો ગામના સભ્યો, સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેમજ ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરાવી કામગીરી ચાલુ હતી ત્યારે મે અને જૂન ૨૦૨૪ એમ ફક્ત બે જ માસના ટુંકા ગાળામાં ગુમ/અપહરણ થયેલ બાળક/બાળકીઓ કુલ -૩૨ તથા સ્ત્રી પુરૂષ મળી કુલ -૪૭ લોકો મળી કુલ-૭૯ લોકોને શોધી કાઢવામાં મોટી સફળતા મળી છે. જેમાં સગીરવયના ૯ છોકરા અને ૨૩ છોકરી મળી કુલ ૩૨ બાળકોને ગોત્યા છે. જ્યારે ૨૦૨૩ ના વર્ષમાં ૧ મહિલા અને ૧ પુરુષ જ્યારે ૨૦૨૪ ના વર્ષના ૨૮ મહિલા અને ૧૭ પુરુષ મળી કુલ ૪૭ લોકોની ભાળ મેળવી છે.