Monday, October 7, 2024
HomeGujaratહળવદના યુવાન સાથે સસ્તો આઇફોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર ઈસમની અટકાયત:રાજકોટ મધ્યસ્થ...

હળવદના યુવાન સાથે સસ્તો આઇફોન આપવાના બહાને છેતરપિંડી આચરનાર ઈસમની અટકાયત:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કબ્જો લેવાયો

રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા સાયબર ક્રાઈમ ગુન્હા અટકાવવા, શોધવા તથા સાયબર ક્રાઈમ લગત ગુન્હાઓ અંગે પ્રજાને વધુ જાગૃત કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન હળવદ પોલીસ દ્વારા ખોટી ફેસબુક આઈ.ડી. બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મુકી લોકોને વિશ્વાસમાં લઈ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરતા ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, જયદિપ વિઠલભાઇ ઝાલા નામના શખ્સે પોતાના મોબાઇલ ફોન નંબર ઉપર ફેસબુક એપ્લીકેશનમાં “Jayubha Zala” નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ મુકી પોતાની ફેસબુક આઇ.ડી. ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદી મયુરભાઈ ગીરધરભાઇ ઉડેશા (રહે-મગળપુર તા-હળવદ જી-મોરબી)ને વિશ્વાસમા લઇ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનું UPI સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસે આઇફોન-15 ના રૂપીયા ૪૫,૫૦૦/- ઓનલાઇન ટ્રાન્સફર કરાવડાવી આઇફોન-15 ફરીયાદીને નહિ આપી આરોપીએ પોતાની ખોટી ઓળખ આપી ગુન્હાહિત વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ગુન્હો આચરેલ હતો. જે અંગે NCCRP અરજીના પરથી હળવદ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.ન.૦૫૨૨/૨૦૨૪ આઇ.પી.સી. કલમ- ૪૦૬, ૪૨૦ તથા આઇ.ટી.એકટ ૨૦૦૦ ની કલમ ૬૬(ડી) મુજબનો ગુન્હો

નોંધાયો હતો. જેને લઈ બનાવ અંગે તપાસ કરતા દરમિયાન હળવદ પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી હાલ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે છે. જેને લઇ તેઓએ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ટ્રાન્સફર વોરંટથી મેળવી હળવદ પોલીસ સ્ટેશન લાવી ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી પુછપરછ કરતા આરોપી ગુન્હાની કબુલાત આપતા ગુન્હો ડીટેક્ટ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી જયેશ ઉર્ફે જયદીપભાઈ વિઠ્ઠલભાઈ ઝાલા (મુ.રહે.ગામ- વાસાવડ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ હાલ રહે. સુરત કૃષ્ણનગર સોસાયટી મકાન નં.૩૪ લક્ષ્મી હોટલની બાજુમાં હિરાબાગ, વરાછા સુરત) વિરુદ્ધ અત્યારસુધીમાં અલગ-અલગ જિલ્લાઓમાં કુલ છ ગુન્હાઓ નોંધાયેલા છે.હાલ હળવદ પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!