શહેરમાં આડેધડ પાર્કિંગ કરતા પાંચ વાહન લોક કરાયા,કુલ ૧૬ વાહન ટોઈગ કરાયા અને કુલ ૮૧૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો,૧૫ જેટલા દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ
મોરબીમાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા નું સમાધાન થઈ રહ્યું નથી જેમાં આડેધડ વાહન પાર્કિંગ અને રોંગ સાઈડમાં જવાનો સિલસિલો યથાવત રહ્યો છે જેને લઈને રસ્તાઓ બ્લોકેટ થઈ જાય છે તો દુકાન ધારકો દ્વારા પણ અડધા રોડ સુધી પોતાના બોર્ડ અને પાથરણા પાથરી દેવામાં આવે છે.જેને લઈને મોરબીના રસ્તાઓ પહોળા હોવા છતાં સાંકડા થઈ જાય છે.જેને લઈને મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઇ કે એમ છાસિયા દ્વારા કડક સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે.અને આવા દુકાન માલિકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે સાથે સાથે રોડ અને રોડ પર વાહનો પાર્કિંગ કરતા શોરૂમ મોલ દુકાન ધારક સહિતના વેપારીઓને પણ ટ્રાફિક નિયમોનું કડકપણે પાલન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
આમ છતાં છેલ્લા કેટલાક સમયથી આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવતા મોરબી જિલ્લા ટ્રાફિક પીઆઇ કૃણાલ છાસિયા દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કડા ખાતે કામગીરી શરૂ કરવામાં આવી છે અને જો હવે આપણા વાહન ગમે ત્યાં નો પાર્કિંગ ઝોન અથવા ટ્રાફિક હોય તે રીતે પડ્યા હશે તો આપનું વાહન લોક કરી દેવામાં આવશે અને તેનો મોટો દંડ વસૂલવા બાદ આપનો આ લોક ખોલવામાં આવશે ટ્રાફિક પોલીસ દ્વારા મોરબીવાસીઓને તકલીફ ન પડે એના માટે પણ લોકો મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું કડક પાલન કરે તેવી અપીલ કરી છે સાથે સાથે મોરબીવાસીઓ પણ મોરબી ટ્રાફિક પોલીસને સાથ આપે અને ખોટી ભલામણો અને લાગવગો નો ઉપયોગ ન કરે અને પોતે પોતાની નૈતિક ફરજોનો ખાસ ધ્યાન રાખી ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને મોરબી ટ્રાફિક પોલીસને પણ સાથ સહકાર આપે તેવી અપીલ ટ્રાફિક પીઆઇ કે એમ છાસિયા દ્વારા કરવામાં આવેલ છે.