Monday, November 25, 2024
HomeGujaratમાનસીક અસ્થીર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરાવતી ટંકારા પોલીસ

માનસીક અસ્થીર વ્યક્તિને પોતાના પરીવાર સાથે મીલન કરાવતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ-૦૨/૦૭/૨૦૨૪ના રોજ એક માનસીક અસ્થીર વ્યક્તિ રોડ ઉપરથી મળી આવ્યો હતો. જેની ટંકારા પોલીસ દ્વારા સંભાળ લઈ તેના પરિવારની શોધખોળ હાથ ધરી આજ રોજ યુવકને તેની માતાને સોંપી આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ-૦૨/૦૭/૨૦૨૪ ના રોજ ટંકારા પોલીસની ટીમ જનરલ નાઇટ રાઉન્ડમા હતી. ત્યારે છત્તર ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમા તેઓ હતા તે દરમ્યાન તેઓને માનસીક અસ્થીર વ્યક્તિ રોડ ઉપર ચાલીને નિકળતા તેને રોકી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા જવાબના અંતે તેણે જણાવેલ કે, તે ત્રંબા ખાતે માનવ મંદીર (મંદ બુધ્ધીની વ્યક્તિઓનુ ગ્રુહ સ્થળ) થી નીકળી ગયેલનુ જણાવતા ટંકારા પોલીસે આ બાબતે માનવ મંદીર ત્રંબાનો સંપર્ક કરી અને ફોટો વોટસએપ મારફતે સંચાલકને મોકલી ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે, આ મંદબુધ્ધીની વ્યક્તિનુ નામ સતીષભાઈ દયાળજીભાઈ ભાનુશાલી (રહે- ભુજ નીતી ચોક, ભાનુશાલી ફળીયુ) છે. તે તા- ૦૧/૦૭/૨૦૨૪ ના વહેલી સવારના પાંચેક વાગ્યે રોજ માનવ મંદીર ખાતેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવેલ અને તેમની પાસેથી આ વ્યકિતના રહેઠાણનુ સરનામુ મેળવતા તેના પિતા હયાત ન હોવાનુ જણાયેલ અને તેના માતૃશ્રી નર્મદાબેન દયાલનીભાઈ ભાનુશાળી (રહે-ભુજ નીતીચોક)ના મોબાઇલ નંબર- ૯૭૧૪૧ ૭૮વરવ ઉપર વાતચીત કરતા તેઓએ જણાવેલ કે પોતાનો દીકરો માનસીક અસ્થીર હોય અને ત્રંબા માનવ મંદીર (મંદ બુધ્ધીની વ્યક્તિઓનુ ગ્રુહ સ્થળ) ખાતે સારવાર માટે રાખેલ હોય અને ત્યાંથી નીકળી ગયેલ વેલ હોય જે અંગે ત્યાંના સંચાલકોએ તેઓને પણ ફોન કરી જાણ કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર પોલીસને મળયા અંગેની જાણ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આવવાનુ જણાવ્યું હતું અને તેઓ ટંકારા પોલીસ સ્ટેશન આવી જતા તેઓને તેમનો માનસીક અસ્થીર પુત્ર ટંકારા પોલીસે સોપી આપ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!