નવા ત્રણ કાયદા પહેલી જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્યા છે. જેની જાણકારી લોકોને આપવા ખાસ સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં ડિવાઈએસપી એસ એચ સારડા, પ્રોબેસન્લ ડિવાઈએસપી એન કે પટેલ, પી.એસ.આઇ. એમ જે ધાંધલ, નેકનામ ઓપી અમલદાર શેડા, વકીલ મિત્રો, રાજકીય અગ્રણી, વેપારીઓ, સામાજિક કાર્યકરો અને પોલીસ જવાનો સહિતના ઉપસ્થિત રહી પ્રજાજનોને નવા કાયદા વિશે જાણકારી આપી હતી.
નવા ત્રણ કાયદા પહેલી જુલાઈથી અમલમાં મૂકવામાં આવ્યા છે. જેની જાણકારી લોકોને આપવા માટે ટંકારા ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ખાસ સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાના તજજ્ઞ અને પ્રોફેસર ડો. ભગીરથસિંહ માંજરીયા માનવ અધિકાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના જણાવ્યું હતું કે પહેલા આઈપીસી મુજબ કાર્યવાહી ચાલતી હતી. જે હવે ભારતીય ન્યાય સંહિતા તેમજ ક્રિમીનલ પ્રોસિજર કોડને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તથા પુરાવા માટે ભારતીય પુરાવા અધિનિયમને બદલે ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ પડશે, પહેલાં રાજદ્રોહની કલમ લગાડાતી જે હવે દેશદ્રોહ હેઠળ કાર્યવાહી કરાશે. ડિવાઈએસપી શારડાએ સિનિયર સિટિઝન્સ માટે ન્યાયની વિશેષ જોગવાઇ કરાઇ છે તે ઉપરાંત અનેક વિષયો પર જાણકારી આપી હતી. અને હાજર રહેલ લોકોના પ્રશ્નને લઈને સ્થળ ઉપર સમાધાન કર્યુ હતું.
કાર્યક્રમનુ સંચાલક દિનેશભાઈ વાધરિયા કલ્યાણપર માજી સરપંચે કર્યુ હતું. કાર્યક્રમ સફળ બનાવવા ઓરપેટ કન્યા વિદ્યાલયના સ્ટાફ અને ગોપાલભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.