ટંકારા તાલુકાના ઘુનડા થી સજનપર સીએનજી રીક્ષામાં જઈ રહેલા શ્રમિક પરિવારને અજાણ્યા ડમ્પરે ઠોકરે ચડાવી અક્સ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં રીક્ષામાં સવાર ખેતશ્રમિક પરિવારના ૪ વર્ષના દીકરાના માથામાં ડમ્પરની એંગલ ઘૂસી જતા તેનું માથું ફાડી નાખતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યુ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રીક્ષા ચાલકને મુંઢ ઈજાઓ તેમજ મૃતકની માતાને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. અક્સ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો
મળતી માહિતી અનુસાર મૂળ એમપીના વતની અને હાલ ટંકારા તાલુકાના સજનપર ગામે દુર્લભજીભાઈ પટેલની વાડીએ રહેતા જયેશકુમાર પારસીંગભાઇ ભાભોર ઉવ-૨૯ એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે હુ,મારી પત્ની તથા મારો ૪ વર્ષનો દીકરો યુવરાજ તથા મારો નાનો ભાઇ રમેશ તથા તેની પત્ની એમ બધા ધુનડા(સજનપર) ગામેથી સીએનજી રીક્ષામા બેસીને સજનપર ગામે જતા હતા તે વખતે ધુનડા ગામ બહાર આવેલ તબેલાથી થોડે આગળ પહોચતા એક અજાણ્યો ડમ્પર ચાલકે સામેથી ફુલ સ્પીડે આવી ડમ્પરની ટાંકી સાઇડની એંગલ અમારી રીક્ષા સાથે ભટકાતા તે એંગલ મારા દીકરાના માથાના ભાગે વાગતા મારા દિકરા યુવરાજનુ માથુ ફાડી નાખી તેનુ મોત નિપજાવી તથા મારી પત્નીને ડાબા પગમા ફેકચર તથા ડાબા હાથમા ઇજા કરી તથા રીક્ષા ચાલકને પણ મુંઢ ઇજા કરી ડમ્પર ચાલક અકસ્માતના સ્થળેથી નાશી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ ટંકારા પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે આરોપી અજાણ્યા ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.