Monday, November 25, 2024
HomeGujaratમાળિયા(મી)ના નવા દેવગઢ ગામે ડુપ્લીકેટ ઇગ્લિશ દારૂ બનાવી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ કરતી...

માળિયા(મી)ના નવા દેવગઢ ગામે ડુપ્લીકેટ ઇગ્લિશ દારૂ બનાવી વેચવાના કારસ્તાનનો પર્દાફાશ કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે આરોપીએ રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી તે સસ્તી બોટલોનો દારૂ કાઢી ઈંગ્લીશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેનું વેચાણ કરવાના ઇરાદે બ્રાન્ડેડ તરીકે ઉપયોગ કરતુ ડુપ્લીકેટ દારૂનું કારસ્તાન મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે એક રહેણાંક મકાનમાં જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટા નામના શખ્સો દ્વારા મકાનમાં સસ્તી અલગ અલગ વિદેશી દારૂની બોટલોમાંથી દારૂ બહાર કાઢી તે મિક્ષ કરી ભેળસેળ કરી મોંઘી બ્રાન્ડેડ ઈંગ્લીશ દારૂ બહાર કાઢી તે બોટલમાં આ ભેળસેળયુક્ત દારૂ ભરી તેનું વેચાણ કરતા હતા. જે અંગે એલસીબી ટીમને બાતમી મળતા તેઓએ બાતમીનાં આધારે સ્થળ પર રેઈડ કરી જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટા નામના બે સગા ભાઈઓને પકડી પાડી તેમની પાસેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૬ બોટલ, ૪૫૦ લીટર બનાવતી તૈયાર વિદેશી દારૂ પ્રવાહી, કેમિકલ, ખાલી બોટલ, ઢાકણા, સ્ટીકરો, પેકિંગ મશીન, મોબાઈલ સહિતનો મુદામાલ મળી કુલ રૂ.૨,૭૯,૭૦૫ નો મુદામાલ ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટા રહેણાંક મકાનમાં દારૂ બનાવતા જેમાં તેમની કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા, અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ, ચિરાગ, લક્કીસિંગ દરબાર, સાજીદ ઉર્ફે સાજ્લો લાધાણી અને બાલો સથવારો મદદગારી કરતા હતા. જેમાં તેઓ દારૂની બોટલમાંથી દારૂ કાઢી અન્ય બોટલમાં ભરી સ્ટીકર અને ઢાંકણા લગાડતા હતા. ત્યારે હાલ પોલીસે જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાની અટકાયત કરી તેમના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી અન્ય આરોપીઓ હાજર ન મળી આવતા તેમની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા,પીએસઆઈ એસ.આઇ.પટેલ,પીએસઆઈ કે.એચ.ભોચીયા અને એલસીબી ની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!