મોરબી પોલીસ અધીક્ષક દ્વારા અષાઢી બીજ નીમીતે મોરબી શહેરના વિસ્તારમાંથી રથયાત્રા (શોભાયાત્રા) મોરબી શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપર ટોકીઝ-સી.પી.આઇ ચોક, નગરદરવાજા, સૌની બજાર, ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ફળશે. જે રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ રથયાત્રા સાથે જોડાનાર હોય અને રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ ઉપર પસાર થતી હોય જેના કારણે શહેર વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્નને લઈને તા.૦૭/૦૭/૨૦૨૪ ના રોજ રસ્તા પર પ્રવેશ બંધનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પોલીસ અધીક્ષક દ્વારા રથયાત્રા (શોભાયાત્રા) મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પસાર થવાની હોય ત્યારે ટ્રાફીક સમસ્યા ન સર્જાય તેથી મોરબી પોલીસ અધીક્ષક દ્વારા શહેરના મુખ્ય રોડ પર પ્રવેશ બંધ તેમજ નો પાર્કિગની જાહેરનામુ તા. ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં વી.સી ફાટક થી નગરદરવાજા સુધી પ્રવેશ બંધ ( સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૪:૦૦સુધી), જુના બસ સ્ટેશન થી નગરદરવાજા સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૦૪:૦૦સુધી),ગોલા બજાર મયુર પુલના છેડા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) સુધી (૦૭:૦૦ થી ૪:૦૦ સુધી), નગરદરવાજા થી મચ્છુ માતાજીના મંદિર (દરબાર ગઢ) સુધી પ્રવેશ બંધ (ક.૦૭:૦૦ થી ૪:૦૦ સુધી), લાતી ચોકી થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી), જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી), સુપર ટોકિઝ થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી), જુના બસ સ્ટેશન થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી), મહેન્દ્રપરા થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી), રેલ્વે સ્ટેશન થી સુપર ટોકિઝ સુધી પ્રવેશ બંધ (૦૭:૦૦ થી ૧:૦૦ સુધી) અને પંચાસર ચોકડી (લાતી પ્લોટ) થી આસ્વાદ પાન સુધી પ્રવેશ બંધ (૭:૦૦ થી ૧:૦૦) વાગ્યા સુધીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમજ મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાસેથી નીકળી સુપરટોકીઝ, સી.પી.આઈ ચોક-નગર દરવાજા, સોની બજાર-ગ્રીન ચોક, દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધી રૂટ તા.૦૭/૦૭/૨૦૨૪ના સવારે ૦૭:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ વાગ્યા સુધી નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.