મોરબી શહેર તથા તાલુકામાં એક જ દિવસમાં અપમૃત્યુના કુલ ચાર બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. અપમૃત્યુના બનાવમાં એક ૨૨ વર્ષીય પરિણીતા સહિત કુલ ચાર વ્યક્તિના મોત નિપજતા પોલીસે ચારેય બનાવ બાબતે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.
પ્રથમ અપમૃત્યુના બનાવમાં મોરબી શહેરના રવાપર-ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોનની બાજુમાં રહેતા લલીતાબેન અમરશીભાઇ માધવજીભાઇ પરમાર ઉવ.૨૨ એ ગત તા. ૦૬/૦૭ ના રોજ રાત્રીના સમયે પોતાના ઘરે પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જવાથી સારવાર સારૂ મોરબી સરકારી હોસ્પિટલમાં લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસીને લાલીતાબેનને મરણ જાહેર કરતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી છે.
જ્યારે અપમૃત્યુના બીજા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પાંજરાપોળ સામે ભાડેના મકાનમાં રહેતા ૫૫ વર્ષીય અશોકભાઇ જયંતિલાલ ઉધરેજા ઉવ.૫૫ ગઈકાલ તા.૭/૦૭ના રોજ લીલાલર પાંજરાપોળ સામે રોડ ઉપર હોય ત્યારે તેમને અચાનક છાતીમાં દુઃખવી ઉપાડતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રીજા અપમૃત્યુના બનાવમાં મોરબીના સમાકાંઠા વિસ્તારમાં ઘરની બાજુમાં આવેલ મંદિરમાં અષાઢી બીજ નિમિતે સાફ સફાઈ કરી રહેલ હિમાશુ મહેશભાઇ નકુમ ઉવ ૨૮ રહે મોરબી -૨ રામકૂષ્ણ સોસાયટી બ્લોક બી.૪ને સાફ સફાઈ કરતા સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા હતા. જેથી હિમાંશુભાઈને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે મોરબી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અપમૃત્યુના ચોથા બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા ચિરાગભાઈ શંકરભાઈ બાવરવા ઉવ.૩૧ ગઈકાલ તા. ૦૭/૦૭ના રોજ રાત્રીના ૮ વાગ્યાના અરસામાં ચકમપર(જી) ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં પડી જતા તેની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. કરવા લાવતા મોરબી તાલુકા પોલીસે યુવકના મૃત્યુ અંગે નોંધ કરી મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.