હળવદ મોરબી માળિયા ચોકડી પાસે હળવદ મામલતદાર, પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ગેરકાયદેસર સફેદ માટી ભરી વેચાણ માટે જતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા છે. જેમાં એક ડમ્પરના ડ્રાયવરને પકડી 38 મેટ્રિક ટન સફેદ માટી સાથે જ્યારે બીજા ડ્રાયવરને 35 મેટ્રિક સફેદ માટી તેમજ ડમ્પર સહિત કુલ અઢાર લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ મોરબી માળિયા ચોકડી પાસેથી હળવદ મામલતદાર, પોલીસ તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ગેરકાયદેસર સફેદ માટી ભરી વેચાણ કરવા જતાં બે ડમ્પર ચાલકોને ઝડપી પાડ્યા છે. જેમાં તા.૦૮/૦૭/૨૦૨૪, ૧૦:૧૫ વાગ્યેના રોજ હળવદ-માળીયા રોડ પરથી અંદાજીત ૩૫ મેટ્રીક ટન વજન સફેદ માટી ભરી વેચાણ માટે જતા ટ્રકનં.GJ-13-AX-7046ને મળી કુલ 18 લાખના મુદ્દામાલ સાથે હળવદ-માળીયા હાઇવે પરથી વાહન જથ્થા સાથે સીઝ કરવામાં આવ્યું છે. તેમજ તા.૦૮/૦૭/૨૦૨૪ ને ૧૦:૦૫ વાગ્યે હળવદ-માળીયા રોડ પરથી અંદાજીત ૩૮ મેટ્રીક ટન વજન સફેદ માટી ભરી વેચાણ માટે જતા ટ્રકનં.GJ-13-AX-0249ને હળવદ-માળીયા હાઇવે પરથી જથ્થા સહીત સીઝ કરવામાં આવ્યું છે. તેમજ સીઝ કરેલ વાહન સહીતનો કબજો પોલીસ સ્ટેશન હળવદ ખાતે સોંપવામાં આવ્યો છે. તેમજ ભુસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ, મોરબી- ૨ દ્વારા જે આદેશ થાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.