મોરબી જિલ્લામાં માળીયા મિયાણા અને હળવદ તાલુકામાંથી પસાર થતી ૭૬૫ કેવી નું હેવી વીજલાઇન ના પ્રોજેક્ટમાં ખેડૂતોને પાવર ગ્રીડ કંપની તરફથી પૂરું વળતર આપવાની માંગ સાથે ખેડૂતો એ અગાઉ પણ આવેદન પાઠવ્યા છે ત્યારે આજે મોરબીમાં ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા એ મોરબી આવીને ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનોએ સાથે રાખીને જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.જેમાં પાવર ગ્રીડ કંપની પૂરું વળતર આપે,તેમજ તેઓને સંપાદન કર્યા સિવાયની આજુબાજુની અન્ય જમીન નો ઉપયોગ ન કરે અને ખેડૂતોને ધમકાવે નહિ તેવી રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂત નેતા પાલ.આંબલીયા એ રજૂઆત કર્યા જણાવ્યું હતું કે અગાઉ જે વળતર આપવામાં આવ્યું છે તે પ્રમાણે વળતર આપવામાં આવે અને પાવર ગ્રીડ કંપનીઓ ને જમીન નો જેટલો ભાગ સંપાદિત કરવામાં આવ્યો છે તેના સિવાય ની જમીન નો તેઓ ઉપયોગ કરે નહિ તેઓના હેવી વાહનોને કારણે જમીનમાં નુકશાન થાય છે અને જે નુકશાન નું વળતર મળે છે પરંતુ એ વળતર માત્ર એક વર્ષ નું મળે છે પરંતુ ભારે વાહનોના કારણે જમીન માં થતું નુકશાન ચાર પાંચ વર્ષે સરખું થાય છે જેથી ખેડૂતોને નુકશાન નું પાંચ વર્ષનું વળતર આપવામાં આવે સાથે જ ખેડૂતો સાથે પાવર ગ્રીડ કંપનીના માણસો દાદાગીરી કરે છે અને પેરા મીલીટરી ફોર્સ બોલાવીને કામ કરવા માટે ધમકીઓ આપવામાં આવે છે.તે બાબતે પણ રજૂઆત કરી હતીઅને જ્યાં સુધી આ વળતર ના પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી પાવર ગ્રીડ કંપની નું કામ રોકવા માટે પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી.જે મામલે જિલ્લા કલેકટર દ્વારા યોગ્ય કરવા આશ્વાસન આપ્યું હતું.