મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજાનું માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા.08/07/24 ને સોમવારનાં રોજ સન્માન કરવામાં આવ્યું હતું. પૃથ્વીરાજસિંહએ 26 જાન્યુઆરી 2024 ના રોજ આફ્રિકા ખંડના સૌથી ઊંચા પર્વત માઉન્ટ કિલિમાન્જારો જેની ઊંચાઈ 5895 મીટર અને 19,341 ફૂટ છે તે સફળતાપૂર્વક સર કર્યું હતું. તેમજ પૃથ્વીરાજસિંહની 2019 માં ટંકારા ખાતે રેસ્ક્યુ કામગીરી દરમિયાન બન્ને ખંભે દિકરીઓને ઊચકી લગાતાર આવન જાવન કરી 42 લોકોને બચાવ્યા હતા એ ભૂતકાળ વાગોડી મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવી સમાજ દેશ સેવા કરતા રહેવા શુભેચ્છા પાઠવી છે.
મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ આફ્રિકા ખંડના તાન્જાનિયા દેશમાં આવેલ આફ્રિકા હાઈએસ્ટ પોઇન્ટ માઉન્ટ કિલીમાન્જારો શિખર ઊંચાઈ 5895 મીટર, 19341ફૂટ ના પોઇન્ટ ને સર કર્યો છે. જે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી છે. તેમજ મોરબીના ટંકારા પંથકમાં પૂરની સ્થિતિ વચ્ચે બે બાળકોને ખંભા પર ઊંચકીને કેડ સમાં પાણીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. જે સાહસ અને શૌયના કાર્યના વખાણ કર્યા હતા. તેમજ સાહસિક પ્રવૃત્તિઓ કરી ગુજરાત રાજ્યનું નામ વૈશ્વિક ફલક પર ઉજ્જવળ બનાવવા શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા..